MORBI:લાલપર ગામે પિતૃઓના મોક્ષાર્થ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે
ગોપાલ સીતાપરા
મોરબીના લાલપર ગામે રામજી મંદિર ચોક ખાતે શ્રી કેશવજીભાઈ ભવનભાઈ બરાસરા પરિવાર દ્વારા પિતૃઓનાં મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે
લાલપર ગામ રામજી મંદિર ચોક ખાતે શ્રી કેશવજીભાઈ ભવાનભાઈ બરાસરા, દીપકભાઈ બરાસરા, વિપુલભાઈ બરાસરા દ્વારા પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે કારતક સુદ ૯ તા. ૨૧/૧૧/૨૦૨૩ મંગળવાર ના રોજ કથા પ્રારંભ થશે અને કારતક સુદ ૧૫ તા. ૨૭/૧૧/૨૦૨૩ સોમવાર ના રોજ કથા પૂર્ણાહુતિ થશે દરરોજ બપોરે ૨:૦૦ કલાક થી સાંજના ૬:૩૦ કલાક સુધી કથા યોજાશે આ જ્ઞાન યજ્ઞના વ્યાસપીઠે પ્રસિદ્ધ કથા પ્રવક્તા શ્રી શાસ્ત્રી શ્રી નીતિનભાઈ જોશી ગુરુ શ્રી વશિષ્ઠ નાથજી (થાણા ગલોલ વાળા) પોતાની સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે કથા દરમિયાન રોજ રાત્રે ૯:૦૦ કલાકે ધૂન ભજન સંતવાણી ના કાર્યક્રમો યોજાશે અને તા.૨૩/૧૧/૨૦૨૩ ને ગુરૂવારની રાત્રે ૯:૦૦ વાગ્યે જામજોધપુરના સુપ્રસિદ્ધ નાટક મંડળ દ્વારા માં બાપને ભૂલશો નહીં નું નાટક ભજવવામાં આવશે
લોક ડાયરાના કલાકાર શ્રી આરાધક છગન ભગત, ધૂન આરાધક અજય પ્રજાપતિ, ઢોલક વાદક સતીશગીરી ગોસ્વામી, રાજ ગઢવી, ભૂમિ આહીર, ગોપાલ સાધુ, સાગરદાન ગઢવી, અલ્પાબેન પટેલ, ઓમ ગુરુદત્ત ગૌશાળા કડતાલ ધૂન મંડળ ના કલાકારો સાથે મારુતિ સાઉન્ડના સથવારે સંતવાણી ના સુર ગાજશે આયોજકો દ્વારા જાહેર જનતાને આ જ્ઞાન યજ્ઞનું રસપાન કરવા ભાવપૂર્વક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે