MORBIMORBI CITY / TALUKO

મોરબીમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા ચાર ઈસમો વિરુદ્ધ મની લેન્ડર્સ એક્ટ ગુનો નોંધી ધરપકડ

મોરબી શહેરમાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલા બે યુવાનોએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે ચાર ઈસમો વિરુદ્ધ મની લેન્ડર્સ એક્ટ મુજબ ગુનો નોંધી ચાર આરોપીની ધરપકડ કરી છે

મોરબી શહેરમાં ઊંચા વ્યાજે નાણા ધીરધાર કરી પઠાણી ઉઘરાણી કરતા ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા પોલીસને મળેલી સુચના મુજબ મોરબીમાં ફરિયાદી મિલનભાઈ જયંતીભાઈ અગોલા અને રૂપેશભાઈ હરજીભાઈ રાણીપાએ અલગ અલગ બે ફરિયાદ નોંધાવી હતી જેમાં ચાર ઈસમો વ્યાજે રૂપિયા લીધા બાદ પઠાણી ઉઘરાણી કરી હેરાન પરેશન કરતા હોય જે બનાવ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી હતી

 

જેમાં આરોપી વિશાલ બચુભાઈ ગોગરા રહે કોયલી તા. મોરબી વાળાને ઝડપી લીધો હતો જયારે અન્ય ફરિયાદમાં સંડોવાયેલ ત્રણ આરોપી પ્રવીણ નવઘણ ગરચર, મનીષ ઉર્ફે દેવશી જીવણ રગીયા રહે બંને ખાનપર મોરબી અને જગદીશ ઉર્ફે સુરેશ લખમણ સવસેટા રહે ખાખરાળા તા. મોરબી એમ ત્રણ આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!