GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:પૂર્વ કચ્છમાં ૪-૦ ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો! ૨૬-૧-૨૦૦૧ નો ભૂકંપ યાદ આવ્યો! મોરબી સહિત ઘણા વિસ્તારોમાં અનુભવાયો ભુકંપ?

પૂર્વ કચ્છમાં ૪-૦ ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો!
૨૬-૧-૨૦૦૧ નો ભૂકંપ યાદ આવ્યો! મોરબી સહિત ઘણા વિસ્તારોમાં અનુભવાયો ભુકંપ?

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
તારીખ ૨૬-૧-૨૦૦૧ નાં રોજ કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં ૬-૩૦ જેટલી તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેની સૌથી વધું અસર કચ્છમાં થઈ હતી જ્યાં મોટી મોટી ઇમારતો કડડભૂસ થઇ ગઇ હતી અને મોટી જાનહાનિ થઇ હતી આ સાથે મોરબીમાં પણ જાનહાનિ થઈ હતી અને મકાનો અને ઉંચી ઈમારતો જમીનદોસ્ત થઈ ગઇ હતી. ત્યારબાદ સરકારે બાંધકામ માટે ભૂકંપના ઝોન જાહેર કર્યા છે અને દરેક ઝોનમાં કેટલી ઊંચાઈના બાંધકામ કરવા તેની રૂપરેખા આપવામાં આવી છે. મોરબી ભુકંપ ઝોન -૪ માં આવે છે. એટલે મોરબીમાં ચાર માળ થી ઉંચાઈ થીં વધું ઉચાઇ ની ઇમારતો બનાવી શકાય નહીં. છતાં આડેધડ દશ- દશ માળની ઇમારત બનાવવા માં આવી રહી છે. ત્યારે ૬-૦ જેટલી તીવ્રતા વાળો ભૂકંપ આવે તો આવી એક પણ ઈમારત ટકી શકે નહીં. અને હાલના સમય પ્રમાણે મોટી જાનહાનિ થવાની આશંકા ઉભી થાય છે ત્યારે આવું જો કંઈ પણ થાય તો એના માટે જવાબદાર કોણ? તેવો હાલ આ ભૂકંપનાં આંચકા
અનુભવાયા પછી ચર્ચાનો વિષય શરૂ થયો છે. તારીખ ૨૬-૧-૨૦૦૧ નાં દિવસે સવારે જોરદાર તીવ્રતાનો ભૂકંપ આવતાં કચ્છ સહિતના વિસ્તારોમાં મોટી મોટી ઈમારતો ભાંગીને ભૂકો થઈ ગઈ હતી તે જ પ્રમાણે મોરબીમાં પણ મકાનોમાં નુકસાન થયા હતા અને જ્યાં જાનહાનિ થઈ હતી. ત્યારબાદ સરકારે બાંધકામ માટે કેટલાક નિયમો બનાવ્યા છે અને ઝોન પાડ્યા છે જેમાં મોરબી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોને ભુકંપ ઝોન-૪ માં મૂક્યા છે અને આ ભૂકંપ ઝોન-૪ માં ૧૫ મીટર થી ઊંચાઈના એટલે કે ચાર માળના ઇમારતથી વધુ ઊંચાઈના એપારમેન્ટ બની શકે નહીં તેમ છતાં મોરબીમાં ૨૦૦૧ નાં ભૂકંપની પરિસ્થિતિની કોઈ વિગત ધ્યાને લીધા વગર શોર્ટકર્ટ્સ રીતે પૈસા કમાવાની લાયમાં કેટલાંક ભુમાફીયા આઠ-દશ માળના મંજૂરી વગરના એપારમેન્ટો બનાવી રહ્યા છે અને તેનાં માટે કોઈ રોકટોક નથી. અને છેલ્લા ૧૫ વર્ષથી મોરબીમાં ફરજ બજાવી ગયેલા અધિકારીઓ તેમની આ બિનઅધિકૃત બાંધકામો બંધ કરાવવાની ફરજ બજાવવામાં નિષ્ફળ ગયા છે અને એટલે જ બેરોકટોક બીન અધિકૃત બાંધકામો થઈ રહ્યા છે. પરંતુ આજે ૪-૦૦ ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે અને જે પૂર્વ કચ્છ માંથી શરૂ થયો છે અને મોરબી વિસ્તારમાં પણ અનુભવાયો હોવાનું લોકોએ જણાવ્યું છે અને આ ભૂકંપના આંચકા પછી લોકો મોરબીમાં થઈ રહેલા આઠ દશ માળના એપાર્ટમેન્ટો ની ચર્ચા શરૂ થઈ છે. જો આવો કોઈ મોટી તીવ્રતાનો ભૂકંપ આવે તો મોરબીના એક પણ એપાર્ટમેન્ટ સલામત રહી શકે નહીં કેમકે બે એપાર્ટમેન્ટ વચ્ચે જે જગ્યા મૂકવી જોઈએ તે જગ્યા મૂકવામાં આવી જ નથી. પરિણામમાં બે એપાર્ટમેન્ટ ઉપર નાં ભાગે ભટકાય તેવી શક્યતા પૂરેપૂરી જણાય રહી છે.ત્યારે હવે આ આડેધડ આઠ દશ માળના એપાર્ટમેન્ટ બનાવવામાં આવી રહ્યા છે અને આવો કોઈ ભૂકંપ આવે અને કોઈ જાનહાની થાય તો તેના માટે કોણ જવાબદાર? તેઓ સવાલ ઊભો થયો છે. ત્યારે એક ચર્ચા માં એવું સંભળાઈ રહ્યું હતું કે જે સમયે જે એપાર્ટમેન્ટ બન્યું હોય અને તે એપાર્ટમેન્ટ માં કોઇ જાનહાનિ થાય તો તે એપાર્ટમેન્ટ બનાવનાર અને તે સમયે નગરપાલિકા અને કલેકટર કચેરીમાં ફરજ બનાવનાર અધિકારીઓને જવાબદાર ગણવા જોઈએ તેવું સાંભળવા મળે છે. પરંતુ સરકાર કેટલાં તીવ્રતાથી અને ઝડપથી આવા બિનઅધિકૃત બાંધકામો બંધ કરાવે છે તે જોવું રહ્યું.

MORBI: મોરબીમાં આખરે અહીં કયારે બનશે સારો રોડ ..? : પ્રજામાં આક્રોશ

[wptube id="1252022"]
Back to top button