GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના સાપર ગામે ખોટી રીતે માલિકની જમીનમાં અંતરાય ઉભા કરનાર સામે કોર્ટે વાદીની તરફેણમાં કાયમી મનાઈ હુકમ ફરમાવ્યો!

મોરબીના સાપર ગામે ખોટી રીતે માલિકની જમીનમાં અંતરાય ઉભા કરનાર સામે કોર્ટે વાદીની તરફેણમાં કાયમી મનાઈ હુકમ ફરમાવ્યો!

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબી તાલુકાના સાપર ગામના રેવન્યુ સર્વે નંબર ૯૨૪ પૈકી ૧ ની નામે “જેતુવારીના મારગે” વાળી હે.આરે.ચો.મી.૨-૦૨-૩૪ તથા સર્વે નંબર ૬૨૪ પૈકી/૧ પૈકી ૧/ પૈકી ૧/ પૈકી ૧ ની જમીન હે.આરે.ચો.મી.૨-૧૦-૪૪ ની મળી કુલ જમીન હે.આરે.ચો.મી.૪-૧૨-૭૮ જેના એ.૧૦-૨૦ ગુઠાની જમીન વાદી શાંતાબેન ખોડાભાઈ અગોલા સાંખે પટેલ એ પ્રતિવાદી સ્વઃજુવાનસિંહ બળવતંસિંહ જાડેજા પાસેથી અલગ-અલગ દસ્તાવેજોથી અઘાટ વેચાણ રાખેલ ત્યારબાદ પ્રતિવાદી સ્વ.જુવાનસિંહ બળવંતસિંહના વારસદાર અશ્વિનસિંહ જુવાનસિંહ જાડેજાએ આ જમીનમાં વાદીને તેમના કબ્જા ભોગવટામાં તથા ખેડતા વાવતામાં અડચણ ઉભી કરતા અને અવાર-નવાર પઝેશનમાં ડીસ્ટબન્સ ઉભુ કરતા હોઈ વાદી શાંતાબેનએ મોરબીનાં મહે.સિવિલ જજ સમક્ષ આ જમીન વાદીની સ્વતંત્ર હકક, માલીકી તથા કબજા ભોગવટાની છે તેવું ઠરાવી આપવા તથા સદરહું જમીનમાં પ્રતિવાદી અડચણ, અંતરાય કે ડીસ્ટર્બન્સ ઉભા ન કરે તેવો કાયમી મનાઈ હુકમ મેળવવા રેવન્યુ દિવાની કેશ નં-૭૩/૨૦૧૨ થી દાવો દાખલ કર્યો હતો.આ દાવા ના કામે બન્ને પક્ષકારોનો પુરાવો લેવાઈ ગયા બાદ નામદાર શ્રીમતિ ચાંદનીબેન યુવરાજસિંહ જાડેજા (એડિશ્નલ સિવિલ જજ) સાહેબે વાદીનો પુરાવો તથા વાદીના વકીલ એડવોકેટ નિકુંજ કોટકની દલીલો સંપુર્ણ પણે ગ્રાહય રાખી દાવાનો હુકમ વાદીની તરફેણમાં કરી આપેલ છે.આ હુકમમાં નામદાર કોર્ટે વાદીનો દાવો મંજુર કરી દાવા વાળી જમીન વાદીની સ્વતંત્ર હકક, માલીકી તથા કબ્જા ભોગવટાની છે.તેવું ઠરાવી આપેલ અને સદરહું જમીનમાં પ્રતિવાદીએ કોઈપણ જાતની દખલગીરી કે અડચણ કે અંતરાય કે ડિસ્ટર્બન્સ ઉભો કરવાનો કોઈપણ જાતનો હકક કે અધિકાર નથી તેવો કાયમી મનાઈ હુકમ ફરમાવવામાં આવેલ અને પ્રતિવાદીએ વાદીની કબ્જા ભોગવટાની જમીનમાં વાદીને ખેડતા વાવતા કે તેના મજુર કે દાડીયાને ઉપજ-નિપજ લેવામાં પ્રતિવાદી પોતે કે તેના એજન્ટ, મુખત્યાર મારફત કે તેના માણસો મારફત અટકાવે નહિ તેવો કાયમી મનાઈ હુકમ ફરમાવવા પ્રતિવાદી વિરુધ્ધ હુકમ કરેલ છે.આ દાવાના કામે વાદી પક્ષે મોરબીના જાણીતા સિનિયર એડવોકેટ નિકુંજભાઈ પુનમચંદભાઈ કોટક રોકાયેલા હતા.

 

MORBI: મોરબીમાં આખરે અહીં કયારે બનશે સારો રોડ ..? : પ્રજામાં આક્રોશ

Back to top button
error: Content is protected !!