GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ખોવાયેલ મોબાઇલ ફોન મુળ માલિક સુધી પહોંચાડવા મદદરૂપ થતા સ્ટુડન્ટ પોલીસ કેડેટ

મોરબી:ખોવાયેલ મોબાઇલ ફોન મુળ માલિક સુધી પહોંચાડવા મદદરૂપ થતા સ્ટુડન્ટ પોલીસ કેડેટ

મોરબી જીલ્લામાં દરેક પોલીસ સ્ટેશનમાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત “સ્ટુડન્ટ પોલીસ કેડેટ” પ્રોગ્રામ અંતર્ગત વિધાર્થીઓને કાયદાનું સ્વેચ્છાએ પાલન કરે, કાયદાને આદર આપે યુવા પેઢીનું આદર્શ ઘડતર થાય અને તેઓમાં આદર્શ નાગરીક ભાવના પેદા કરવાના હેતુથી કાર્યરત હોય જેમાં જે તે પોલીસ સ્ટેશનમાંથી પોલીસ કર્મચારીઓ તાલીમ આપવા માટે ફાળવવામાં આવે છે.

ઉપરોક્ત પ્રોજેકટ અંતર્ગત મોરબી સીટી બી ડીવી પો.સ્ટે. વિસ્તારમાં આવેલ રામકૃષ્ણ પ્રાથમિક શાળા તેમજ જ્ઞાનજ્યોત વિધાલયમાં વિધાર્થીઓને તાલીમ આપવાનું ચાલુમાં છે. જેમા સ્ટુડન્ટ પોલીસ કેડેટની તાલીમ લઇ રહેલા જ્ઞાનજયોત વિધાલયના એસ.પી.સી. રાહુલભાઇ વિજયભાઇ સોલંકીને ગત તા.૧૩ જાન્યુ.૨૦૨૪ ના રોજ નવલખી રોડ ઉપરથી એક મોબાઇલ ફોન મળી આવતા તેણે તેમને તાલીમ આપતા બી ડીવી પો.સ્ટે.ના ડ્રિલ ઇન્સ્ટ્રકટર તુષારભાઇ કણઝરીયા તથા કાજલબેન કટકીયાજાદવને જાણ કરી મોરબી સીટી બી ડીવી પોલીસ સ્ટેશને ફોન જમા કરાવેલ જે મોબાઇલ ફોનના માલિકની ખરાઇ કરી બી ડીવી પોલીસ દ્રારા મો.ફોનના મુળ માલિક હેમુભાઇ ભવાનભાઇ ચાવડા કોળી ઉવ.૩૮ રહે.નવા જાંબુડીયા શક્તિપરા તા.જી.મોરબી વાળાઓને સોંપી આપવામાં આવેલ

વધુમાં મોરબી સીટી બી ડીવી પોલીસના ડ્રિલ ઇન્સ્ટ્રકટર તુષારભાઇ કણઝરીયા તથા કાજલબેન કટકીયાજાદવની યોગ્ય તાલીમ દ્રારા “સ્ટુડન્ટ પોલીસ કેડેટ” પ્રોજેકટ અન્વયે વિધાર્થીમાં આદર્શ નાગરીક ભાવના પેદા થયાનું ઉત્તમ ઉદાહરણ ધ્યાને આવેલ છે.
[18/01, 07:43] Papu: મોરબીના નવા બસ સ્ટેન્ડ સામે કારની ઠોકરે બુલેટ સવાર બે યુવાન ઈજાગ્રસ્ત

મોરબી શહેરના શનાળા રોડ ઉપર નવા બસ સ્ટેન્ડ સામે સ્વીફ્ટ કારે બુલેટ ચાલક બે યુવાનોને પાછળથી ઠોકરે ચડાવતા બંને યુવાનો નીચે રોડ ઉપર પટકાયા હતા. જેમાં બંને યુવાનોને ફ્રેકચર જેવી ઈજાઓ પહોંચતા સ્વીફ્ટ કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના શનાળા રોડ ઉપર નવા બસ સ્ટેન્ડ સામે સરદાર પટેલ સર્કલ બાજુમાં સ્વીફ્ટ કાર રજી. જીજે-૦૩-એનબી-૨૮૮૮ ના ચાલકે પોતાની કાર પુરપાટ ગતિએ ચલાવી બુલેટ રજી.નં જીજે-૦૩-એચબી-૪૯૨૦ માં સવાર બે યુવાનોને પાછળથી ટક્કર મારી નીચે પછાડી દઈ બંને યુવાનોને શરીરે ફ્રેકચર તેમજ નાની મોટી ઈજાઓ પહોંચાડી હતી. સમગ્ર બનાવ બાબતે ઈજાગ્રસ્ત નરેશભાઈ સુરેશભાઈ જંજવાડીયા ઉવ.૨૦ રહે.મોરબી વીશીપરા ધોળેશ્વર રોડ મેલડી માતા મંદીર પાસે એ આરોપી સ્વીફ્ટ કારના ચાલક વિરુદ્ધ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
[18/01, 08:05] Papu: વાંકાનેર:માટેલ રોડ ઉપર વિકાસ હોટલમાં આવેલ ગ્રાહકની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરતા હોટલ મેનેજર વિરુદ્ધ કાર્યવાહી

મોરબી એસઓજી પોલીસ ટીમે વાંકાનેરના ઢૂવા-માટેલ રોડ ઉપર વિકાસ ગેસ્ટ હોઉસમાં ચેકીંગ હાથ ધરતા હોટલમાં આવતા ગ્રાહકોનું પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરતા હોવાનું સામે આવતા હોટલ સંચાલકની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.મળતી માહિતી અનુસાર એસઓજી પોલીસ ટીમે વાંકાનેર તાલુકાના ઢૂવા-માટેલ રોડ ઉપર આવેલ વિકાસ ગેસ્ટ હાઉસમાં ચેકીંગ હાથ ધરતા ગેસ્ટ હાઉસના મેનેજર સુનીલભાઇ ઘુઘાભાઇ વાઢેર ઉવ.૧૯ રહે.વિકાસ ગેસ્ટ હાઉસ ઢુવા માટેલ રોડ મુળ રહે.મોટી મોલડી તા.ચોટીલા જી.સુરેંદ્રનગર પોતાના કબજા ભોગવટા વાળા ગેસ્ટ હાઉસમાં આવતા ગ્રાહકોની પથિક સોફટવેરમાં એન્ટ્રી ન કરી રજીસ્ટરમાં એન્ટ્રી કરતા હોય જેથી જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ ઉપરોક્ત વિકાસ ગેસ્ટ હાઉસના મેનેજર વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથક ફરિયાદ નોંધાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

MORBI: મોરબીમાં આખરે અહીં કયારે બનશે સારો રોડ ..? : પ્રજામાં આક્રોશ

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!