GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે બે ઇસમો ઝડપાયા

MORBI:મોરબી વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે બે ઇસમો ઝડપાયા

મોરબીના શનાળા રોડ તેમજ નવલખી રોડ ઉપર એમ બે સ્થળોએથી વિદેશી દારૂની કુલ ત્રણ બોટલ સાથે પોલીસે બે ઈસમોને ઝડપી લઇ બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વિદેશી દારૂના પ્રથમ કેસની મળતી માહિતી અનુસાર મોરબીના શનાળા રોડ ખાતે આવેલ ભક્તિનગર સર્કલ પાસેથી વિદેશી દારૂ ડીએસપી બ્લેક ક્લાસિક વ્હિસ્કીની બે નંગ બોટલ કિ.રૂ.૬૦૦ સાથે કાલિકા પ્લોટ શેરી નં ૧ માં રહેતો આરોપી રમીજખાન નુરખાભાઇ સીપાઇ ઉવ.૩૬ ને મોરબી એ ડિવિઝન પોલીસે ઝડપી લઇ તેના વિરુદ્ધ પ્રોહી. એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.જયારે બીજા કેસમાં નવલખી રોડ કેદારીયા હનુમાનજી રોડ ઉપરથી આરોપી જીગ્નેશભાઇ ઉર્ફે જીગો રોહીતભાઇ ચાવડા ઉવ.૩૬ રહે-નવલખી રોડ યમુનાનગર-૨ શેરી નં-૨ મોરબી મુળ રહે-નાની બરાર તા.માળીયા(મી) પાસેથી પાસ પરમીટ કે આધાર વગર વિદેશી દારૂની ઓફિસર ચોઈસ વ્હિસ્કીની એક બોટલ કિ.રૂ.૩૨૦ ઝડપી લઇ આરોપીની સ્થળ ઉપરથી અટક કરી મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી હતી.

MORBI: મોરબીમાં આખરે અહીં કયારે બનશે સારો રોડ ..? : પ્રજામાં આક્રોશ

Back to top button
error: Content is protected !!