GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી શહેર નાં ખત્રીવાડ વિસ્તારમાં સરકારી જમીન પચાવી પાડવા સબબ કલેકટર -મુખ્યમંત્રી સમક્ષ કરાઈ લેન્ડગ્રેબીંગ દાખલ કરવા માટે અરજી!

મોરબી શહેર નાં ખત્રીવાડ વિસ્તારમાં સરકારી જમીન પચાવી પાડવા સબબ કલેકટર -મુખ્યમંત્રી સમક્ષ કરાઈ લેન્ડગ્રેબીંગ દાખલ કરવા માટે અરજી!

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)

સરકારી જમીન પર પેશકદમી દુર કરાવવાની જવાબદારી જે-તે મામલતદાર ની છે. જો તે ફરજ બજાવવામાં નિષ્ફળ જાય તો તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવાં મહેસુલ વિભાગ નાં સમયાંતરે પરીપત્ર ઠરાવ બહાર પાડીને સુચના આપવામાં આવે છે તાજેતરમાં એક પરિપત્ર બહાર પાડ્યો જેમાં મામલતદાર ની જવાબદારી ગણવામાં આવી છે ત્યારે મોરબી શહેર ના ખત્રીવાડ શેરી નંબર- ૪ માં ત્યાં રહેતા કેટલાક લોકોએ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે કબ્જો કરી લીધો હોય તેની સામે જાગૃત નાગરીકે કલેકટર-મોરબી સમક્ષ લેન્ડ ગ્રેબીંગની ફરીયાદ કરી જવાબદારો સામે ગુન્હો નોંધવા મુખ્યમંત્રી-ગુજરાત રાજય સમક્ષ લેખિત રજુઆત કરવામાં આવી છે આ રજૂઆત પછી શહેર મામલતદાર શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું!
પ્રાપ્ત થયેલી વિગત મુજબ
મોરબીમાં ખત્રીવાડ શેરી નંબર-૪ માં સીટીસર્વે કચેરીના વોર્ડ નંબર ૧ માં સમાવેશ થતી આશરે ૪૦૦૦ ફુટ જેટલી વર્ષોથી ખાલી પડેલી આ સરકારી જમીન ઉપર ત્યાં બાજુમાં રહેતા આસામીઓ દ્રારા બળજબરીપૂર્વક કબ્જો કરીને મકાન બાંધીને તે મકાન ભાડે આપી તથા જાહેર રસ્તાઓનું દબાણ કરવામાં આવેલ જાગૃત નાગરીક તરફથી અવાર-નવાર તે અંગે મોરબી નગરપાલીકા સમક્ષ રજુઆત કરતા દબાણ કરતા જવાબદાર તત્વો સામે કોઈ જ પગલા લેવાયેલ નહિ..!! અને લેભાગુ તત્વો દ્વારા જાગૃત નાગરીકને બેફામ ગાળો આપીને તેમના પરીવારના સભ્યો ઉપર હુમલો કરીને જાગૃત નાગરીકની જ મિલ્કત પચાવી પાડવા અંગે ગર્ભિત ધમકીઓ આપવામાં આવતા આખરે નાછુટકે દબાણકર્તાઓને અટકાવવા તથા સરકારી જમીનનો કબજો ખાલી કરાવવા તથા જવાબદાર તમામ તત્વો સામે યોગ્ય કાર્યવાહી કરી સખ્ત મોરબીના જાગૃત નાગરીક તરીકે સરકાર વતી ફરીયાદી બનીને મોરબી કલેકટર સમક્ષ ગુજરાત જમીન પચાવી પાડવા ઉપર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ હેઠળ સામાવાળા સુરેશભાઇ ગોવિંદસિંહ રાઠોડ તથા અન્ય દબાણકર્તાઓની સામે પગલા લેવા માટે અરજી નંબર ૪૨૮૦૦૨૩૦૦૦૮૫૦૭ થી ફરીયાદ દાખલ કરેલ છે અને તે ફરીયાદના કામે જો તટસ્થ તપાસ કરવામાં આવે તો વધુ તત્વોના નામ ખુલ્લે તેવા પુરતા સંજોગો છે અને તે તમામ જવાબદાર દબાણ કરનારાઓ સામે ગુજરાત જમીન પચાવી પાડવા ઉપર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ હેઠળ અરજી નંબર ૪૨૮૦૦૨૩૦૦૦૮૫૦૭ ને અરજીમાં પક્ષકાર તરીકે જોડી તમામ દબાણકર્તાઓની સામે ગુજરાત જમીન પચાવી પાડવા ઉપર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ હેઠળ ધોરણસર ગુન્હો નોંધવા જાગૃત નાગરીકે કલેકટરને તેમજ મુખ્યમંત્રી ગુજરાત રાજય ગાંધીનગર ખાતે રજુઆત કરવામાં આવીછે. અભ્યાસ કરતા એવું જણાય છે કે સરકારી જમીન પર પેશકદમી થઈ હશે તો કાંતો સ્વેચ્છાએ જમીન દબાણ હટાવી લેવું પડશે. જો તેમ ના થાય તો લેન્ડ ગ્રેબીંગ નો ગુનો દાખલ થશે પરંતુ શહેર મામલતદાર પોતાની ઉપર સરકારી ઇરીગેશન આવે તેવુ ઇચ્છતાજ ન હોય! જોઇએ નજીક નાં ભવિષ્યમાં જ જાણી શકાશે કે શું કાર્યવાહી કરવામાં આવી!

MORBI: મોરબીમાં આખરે અહીં કયારે બનશે સારો રોડ ..? : પ્રજામાં આક્રોશ

Back to top button
error: Content is protected !!