MORBI- મોરબી શહેરના કંડલા બાયપાસ રોડ પર નજીક રીક્ષામાંથી દારૂનો જથ્થો ઝડપાયો

MORBI- મોરબી શહેરના કંડલા બાયપાસ રોડ પર નજીક રીક્ષામાંથી દારૂનો જથ્થો ઝડપાયો
મોરબી ક્રાઇમ બ્રાંચની કામગીરી: કુલ રૂ.૨.૩૯ લાખના મુદામાલ સાથે દારૂનો જથ્થો કબજે, બે આરોપી ફરાર.
મોરબી શહેરના કંડલા બાયપાસ રોડ પર જુની આરટીઓ કચેરી પાસે રીક્ષામાં બનાવેલ ચોરખાનામાંથી ક્રાઇમ બ્રાંચે ૯૬ બોટલ અંગ્રેજી દારૂ, બે રીક્ષા અને મોબાઇલ મળી કુલ રૂ.૨,૩૯,૬૦૦નો મુદામાલ કબજે કર્યો હતો. આ સાથે એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે, જ્યારે પાયલોટિંગ કરનાર રીક્ષામાં સવાર બે આરોપીઓ રીક્ષા તથા બે મોબાઇલ રેઢા મૂકીને નાસી ગયા હતા. હાલ પોલીસે ત્રણેય આરોપી તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી ક્રાઇમ બ્રાંચ તથા પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમ દ્વારા ખાનગીરાહે મળેલ બાતમીને આધારે મોરબી-કંડલા બાયપાસ રોડ પર જુની આરટીઓ કચેરી નજીકથી રીક્ષામાં છુપાવેલ દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસને મળેલી માહિતી અનુસાર, રવીરાજ ચોકડી તરફથી આવતી એક ઓટો રીક્ષા રજી.નં. જીજે-૨૦-વી-૧૨૦૪માં ચોરખાનામાં અંગ્રેજી દારૂની હેરાફેરી કરવામાં આવે છે. જેથી મોરબી ક્રાઇમ બ્રાંચ અને પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમ ભરાયેલ હતો. ઉપરોક્ત રિક્ષાની વોચમાં હતા ત્યારે હકીકત મુજબની રીક્ષા આવતાં તેને રોકી તલાસી લેતા રીક્ષાના પાછળના ભાગમાં બનાવેલા ચોરખાનામાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ ૯૬ બોટલો મળી આવી હતી. આ સાથે પોલીસે આરોપી સુરજ રાજેશભાઈ તીવારી રહે. રાજકોટ માર્કેટીંગ યાર્ડ, મુળ અયોધ્યા, યુ.પી.વાળાને ઝડપી લેવામાં આવ્યો હતો, તેની સાથે પાયલોટિંગ કરતી બીજી ઓટો રીક્ષા જીજે-૦૩-બીએક્સ-૮૨૧૬ વિશે પૂછપરછ કરતા તે પકડાયેલ રિક્ષાનું આગળ આગળ પાયલોટિંગ કરતી હોવાનું જણાવતા, પોલીસે તે રિક્ષાને પણ અટકાવવામાં આવી હતી. જ્યારે પાયલોટિંગ રીક્ષામાં સવાર આરોપી મુન્નો પલીત અને શાહરૂખ રહે. રાજકોટ વાળા રીક્ષા તથા બે મોબાઇલ રેઢા મૂકીને નાસી ગયા હતા. હાલ પોલીસે બે રીક્ષા, વિદેશી દારૂ, બે મોબાઇલ સહિત કુલ રૂ.૨,૩૯,૬૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.
				









