MORBI:લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા પ્રાચીન ગરબીની બાળાઓને દશેરાના પર્વે લાણી વિતરણ કરવામાં આવી

0
90
વાત્સલ્યમ્ સમાચાર

લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા પ્રાચીન ગરબીની બાળાઓને દશેરાના પર્વે લાણી વિતરણ કરવામાં આવી

IMG 20231025 WA0033

નવરાત્રીનાં પાવન પર્વમાં હાલના સાંપ્રત સમયમાં પણ ગ્રામીય અને પરા વિસ્તારની ઘણી ગરબી મંડળના આંયોજકો એ હજુ પણ પ્રાંચીન ગરબી અને નવરાત્રી પર્વની પવિત્રતા જાળવી રાખી છે.જેમાં માળીયા (મી.) ગામમાં પોલિસ લાઈન ખાતે શીતળા માતા ગરબી મંડળ આશરે 125 વર્ષ પહેલાથી પ્રાચીન ગરબીનું સુંદર આયોજન થઈ રહીયુ છે. જેમાં પોલિસ લાઈનના સેવાભાવી કર્મચારી ભાઈઓ દ્વારા ખુબ સુંદર આયોજન થાયછે આંનદ ની અને નોંધનીય વાત તો એ છેકે માળીયા ગામમાં વધીને 1% હિન્દૂ ની વસ્તી છે.આમ છતાં આજે 125 વર્ષ થી એજ આસ્થા અને પવિત્ર ભાવનાથી નાની નાની બાળાઓ અને માય ભક્તો દ્વારા માં ભગવતીની ભક્તિ આરાધના અવિરત ચાલે છે. જેમાં ગામ ની આશરે ૧૨૦ બાલિકા સાથે માળીયા ગામની મુસ્લિમ પરિવારની ૪૦ જેટલી નાની બાળાઓં પણ હોસે હોસે માના ગુણગાન ગાવા, ગરબે રમવા આવે છે.

IMG 20231025 WA0031

લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી વતી આં તમામ બાળાઓ ને સન્માન કરવા ભેટ રૂપે લાણી કરવામાં આવી છે
તેવીજ રીતે મોરબીના નવલખી રોડ ખાતે આવેલ રણછોડ નગરમાં શાઈ મંદિર અને હનુમાનજી મંદિરમાં પણ ગરબી નું આયોજન થાય છે આ આયોજનમાં ખૂબ મોટી સંખ્યામાં આશરે આ વિસ્તારની ૧૦૫ બાળાઓ ગરબી રમવા આવતી હોય આ નાની નાની બાળાઓને લાયન્સ ક્લબ મોરબી સીટી દ્વારા ભેટ આપી એનું સન્માન કરવામાં આવેલ જ્યારે આવી જ રીતે સત્યેશ્વર મહાદેવ મંદિરે શિવશક્તિ ગરબી મંડળ ની આશરે ૫૦/- જેટલી બાળાઓ ને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને નજરબાગ તરફથી દરેક બાળાઓ નું તિલક કરી રોકડ પુરસ્કાર આપી સન્માન કરી દરેક દીકરીને દાંડિયા, ટીશર્ટ ,આપી નાસ્તો કરાવવામાં આવ્યો
આમ શહેરની અલગ અલગ પ્રાચીન ગરબીઓમાં લાયન્સ ક્લબ મોરબી સીટી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બાળાઓને લાણી આપી પ્રોત્સહિત કરવામાં આવી
આ તકે લાયન્સ ક્લબ મોરબી પરિવાર માંથી લાયન તુષાર દફતરી,લાયન મનીષભાઈ આદરોજા,લાયન જયેશભાઈ,લાયન કે.પી. ભાગિયા સાહેબ ખજાનચી મણીલાલ કાવર, લાયન પ્રાણજીવન રંગપરીયા , લાયન જયેશભાઈ સંઘાણી, લાયન માદેવભાઈ ચીખલિયા,તેમજ દાતા બાલાજી જવેલર્સ વાળા પંકજભાઈ બાવરવા, તથા જીતેન્દ્રભાઈ ગણેશ ભાઈ વિરમગામા જેવા દાતાશ્રી લાયન્સ કલબ ના દાતાશ્રીઓ એ હાજરી આપવામાં આવેલી લાયન્સ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છ નાં ફર્સ્ટ વાઈસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન રમેશભાઈ રૂપાલા ખાસ હાજર રહી આયોજકો નું મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું તેવું મોરબી સીટીના સેક્રેટરી ટી. સી. ફુલતરીયાએ જણાવેલ

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews