MORBI:મોરબી સીસીટીવી કેમેરાના ખાર રાખી ચાર શખ્સોને ધોકા વડે માર માર્યો

0
65
વાત્સલ્યમ્ સમાચાર

મોરબી સીસીટીવી કેમેરાના ખાર રાખી ચાર શખ્સોને ધોકા વડે માર માર્યો

મોરબી: મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો તેમજ વૃદ્ધે પોતાના ઘરે સીસીટીવી કેમેરા લગાડેલ હોય જે બાબતનો ખાર રાખી નવ શખ્સોએ કાવત્રુ ઘડી ઈકો કારમાં આવી લોખંડના પાઇપ તથા ધોકા જેવા હથીયાર ધારણ કરી વૃદ્ધના ઘરમાં ઘુસી તોડફોડ કરી વૃદ્ધ સહિત પરિવારના ચાર વ્યક્તિઓને મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર વૃદ્ધે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

MORBI CITY A DIVISION POLICE 11
મળતી માહિતી મુજબ ઇન્દિરા આવાસ નવા પ્લોટ ઇસ્કોન એપાર્ટમેન્ટ પાછળ શક્ત શનાળા ગામે રહેતા બાબુભાઈ આંબાભાઈ સોલંકી (ઉ.વ.૬૬) એ આરોપી મહીપત ઉર્ફે ભુરો રવજીભાઇ વાઘેલા, પ્રેમજીભાઇ છગનભાઇ વાઘેલા, અશ્વીન રવજીભાઇ વાઘેલા પંકજ પ્રેમજીભાઇ વાઘેલા નિતીન ઉર્ફે લાલો ધનજીભાઇ સોલંકી મનોજ ધનજીભાઇ સોલંકી પ્રેમજીભાઇ છગનભાઇ વાઘેલા ગોવીંદ મનસુખભાઇ વાઘેલા મયુર કાંતીભાઇ વાઘેલા માનવ બચુભાઇ સોલંકી રહે. બધા ઇન્દીરાવાસ શકત શનાળા ગામ તા.જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૭-૧૧- ૨૦૨૩ ના રોજ આરોપી મહીપત ઉર્ફે ભુરોએ અગાઉ થયેલ ઝઘડાનો તેમજ ફરીયાદીએ પોતાના ઘરે સીસીટીવી કેમેરા લગાડેલ હોય જે બાબતનો આરોપીઓએ ખાર રાખી પુર્વ આયોજીત કાવત્રુ ઘડી એક સંપ કરી ગેરકાયદેસર મંડળી રચી પોતાના કબ્જા ભોગવટાવાળી ઇકો કારમાં આવી લોખંડના પાઇપ તથા ધોકા જેવા હથીયારો ધારણ કરી ફરીયાદીના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી માનવ જીદંગી જોખમાઇ તે રીતે ફરીયાદીના ઘરમાં છુટા પથ્થરો ના ઘા કરી લોખંડના પાઇપ તથા ધોકા વડે ફરીયાદીને માથામાં ગંભીર ઇજા તથા શરીરે મુંઢ ઇજા તથા દેવુબેન બાબુભાઇ સોલંકી ઉવ.૬૧ વાળાને માથામાં ગંભીર ઇજા તથા શરીરે મુંઢ ઇજા કરી તથા નિતીન મહેશભાઇ સોલંકીને જમણા હાથમાં તથા ડાબા પગમાં મુંઢ ઇજાઓ કરી તેમજ રાહુલ મહેશભાઇ સોલંકીને માથામાં તથા જમણા પગમાં ગંભીર ઇજા તેમજ જમણા હાથમાં ફ્રેકચર જેવી ઇજાઓ કરી માર મારી ફરીયાદીના ઘરમાં રહેલ LED TV તથા દરવાજાઓ તથા વાહનોમાં તોડફોડ કરી આશરે રૂ.૩૦,૦૦૦/- જેટલુ નુકશાન કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર બાબુભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૬,૩૩૫,૩૨૩, ૫૦૪,૫૦૬(૨),૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૩૩૭,૪૨૭,૪૪૭,૧૨૦(બી) તથા જી.પી. એકટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews