GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સ્વયંસેવક મનોજભાઈ કાવર નુ ૧૦૦ મી વખત રક્તદાન કરીને પ્રશંસનીય કાર્ય કર્યું.

 

MORBI મોરબી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સ્વયંસેવક મનોજભાઈ કાવર નુ ૧૦૦ મી વખત રક્તદાન કરી ને પ્રશંસનીય કાર્ય કર્યું.

 

 

માનવતાની સેવા માટે એક પ્રેરણાદાયક અને પ્રશંસનીય ઉદાહરણ રૂપે મોરબીના મહેન્દ્રનગરના મનોજભાઈ કાવરે આજે 100મી વખત રક્તદાન કરીને એક અદભુત સિદ્ધિ હાંસલ કરી છે. આ ઉપલબ્ધિ માત્ર દયાભાવ અને માનવતા દર્શાવતી નથી, પરંતુ સમાજમાં રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવાનો સંદેશ પણ આપે છે. મનોજભાઈ કાવરે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ મોરબી પ્રખંડ દ્વારા હુતાત્મા દિન નિમિત્તે આયોજિત રકતદાન શિબિર માં ૧૦૦મી વખત રક્તદાન કર્યું છે. દરેક વ્યક્તિ પણ વિના ખર્ચ, કોઈ પણ શારીરિક નુકશાન વિના, નિઃસ્વાર્થ માનવીય સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી શકે છે.દરેક સ્વસ્થ વ્યક્તિ દર ૩ મહિને કોઈ પણ આડઅસર વિના નિયમિત રક્તદાન કરી શકે છે.

મનોજભાઈ દેવશીભાઈ કાવર જે મહેન્દ્રનગરના રહેવાસી છે તેમજ વિશ્વ હિંદુ પરિષદના મોરબી માળિયા તાલુકા અધ્યક્ષ, ભારત વિકાસ પરિષદમાં પણ પર્યાવરણ સંયોજક તરીકે દાયિત્વ વહન કરે છે તથા મહેન્દ્રનગર RSS ના બાલ્યકાળથી સ્વયંસેવક છે છેલ્લા અનેક વર્ષોથી અનેક સંસ્થા તથા હોસ્પિટલો દ્વારા આયોજિત રક્તદાન શિબિરોમાં નિયમિતપણે ભાગ લઈ અસંખ્ય જીવ બચાવવામાં સહયોગ આપી રહ્યા છે.100મી વાર રક્તદાન કરવું એક દુર્લભ અને પ્રશંસનીય કાર્ય છે, જે તેમની નિષ્કપટ સેવા અને સમાજ પ્રત્યેના સમર્પણનું પ્રતિબિંબ છે।

“નિયમિત રક્તદાતા જેવા મનોજ ભાઈ કાવર ખરેખર સમાજના સાચા હીરો છે.તેમનું આ નિસ્વાર્થ કાર્ય અનેક જીવ બચાવે છે અને અન્ય લોકોને પણ પ્રેરણા આપે છે કે તેઓ રક્તદાન માટે આગળ આવે।”મનોજભાઈના આ અવિરત અને નિઃસ્વાર્થ માનવીય સેવાનાકાર્ય માટે ચોમેરથી અભિનંદન પાઠવવામાં આવે છે અને આ કાર્ય માટે તેમને તેમના મિત્રો તથા સગા સંબંધી અને અનેક સેવાભાવી સંસ્થા દ્વારા ખૂબ વધાઈ પાઠવવામાં આવી છે.RSS ની બધી ભગિની સંસ્થાઓ પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે

Back to top button
error: Content is protected !!