પોલીસ પ્રજાની રક્ષક અને મિત્ર છે શત્રુ નહીં એ કહેવતને સાર્થક કરતી મોરબી પોલીસ
પોલીસ પ્રજાનો મિત્ર છે શત્રુ નહીં નાત જાતના ભેદભાવ વગર સર્વે માનવ રક્ષક કાર્ય ફરજ ના ભાગે કરે એ જ પોલીસ છે જે પશુ સેવા માનવસેવા ના કાર્યોમાં પણ તત્પર રહે તેવા સર્વે સમાજ ચિંતક ખરા પ્રજા રક્ષક પોલીસ કર્મચારી એવા જીલુભાઈ રામભાઈ ગોગરા જિલ્લા પોલીસ વડા ની સુચનાથી પી.આઈ ના માર્ગદર્શનથી નહેરુ ગેટ ચોકમાં ભર બજારમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા ની સાથે સાથે હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો નિમિત્તે શોભાયાત્રા જુલુસ શરીફ મોટાભાગે મોરબીના મુખ્ય નેરુગેટ ચોકમાંથી જ પસાર થતા હોય છે તે સમય દરમિયાન ટ્રાફિક સમસ્યા હળવી કરી ધાર્મિક કાર્યક્રમમાં હિંદુ મુસ્લિમ સમાજના એકતાનો સંદેશ સમા ટ્રાફિક જમાદાર જીલુભાઈ ગોગરા ઉચ્ચ પોલીસ અધિકારીના માર્ગદર્શક અને સૂચનો અનુસાર પ્રજાના રક્ષક તરીકે ફરજ ના ભાગે કાર્યકર્તા હોય છે
એ જ કાર્યના ભાગરૂપે તારીખ 27-10-2023 ના રોજ સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા જસને 11 મી શરીફ નિમિત્તે જુલુસ મુબારક નિમિત્તે મુસ્લિમ સમાજના અગ્રણી આગેવાન મોરબીના શેર ખતીબ રસીદ મીયા બાપુ સૈયદ ની આગેવાની હેઠળ પસાર થતાં જુલુસને ફૂલહાર થી સ્વાગત કરી ટ્રાફિક જમાદાર જીલુભાઈ ગોગરા એ પોલીસ પ્રજાનો મિત્ર છે શત્રુ નહીં સાથે એકતાનો સંદેશ પાઠવ્યો છે જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે