મોરબી:રફાળેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના આજે અંતિમ દિવસે ભાવિ ભક્તોની લાંબી કતારો લાગી અને સાથે શિવતરંગ લોક મેળા નો પ્રારંભ
શ્રાવણ માસના આજે અંતિમ દિવસે રફાળેશ્વર મહાદેવ ને રીઝવવા ભાવિકોની શિવાલયોમાં ભારે ભીડ પિતૃ અમાસ ગણાતી શ્રાવણ વદી અમાસે ભાવિકોએ પીપળે પાણી રેડીને પિતૃઓની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે છે ત્યારે આજ રોજ મોરબી નજીક આવેલ પૌરાણિક રફાળેશ્વર મહાદેવ મંદિર નુ અનેરું મહત્વ છે.પિતૃ તર્પણ કરવા માટે પણ પ્રસિદ્ધ તીર્થ હોવાથી સમગ્ર ગુજરાત માંથી લોકો અહી આવે છે.ત્યારે દર વર્ષે શ્રાવણ માસ ની અમાસના દિવસે અહી લોક મેળાનું ભવ્ય આયોજન થાય છે જેનો આજે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રફાળેશ્વર મહાદેવ ના પૂજન અર્ચન કરી મેળાનો શુભારંભ કરાવ્યો હતો.
આ તકે યગ ઈન્ડિયા ગ્રુપના દેવેન ભાઈ રબારી , જાંબુડીયા ગ્રામ પંચાયતના સરપંચ તથા સદસ્યો વાંકાનેરના જીતુભાઈ સોમાણી હીરાભાઈ ટામરિયા હીરેનભાઇ પારેખ , વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ ગીરીશભાઈ સરૈયા ,લાખા ભાઈ જારીયા અને રફાળેશ્વર ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાઉપસ્થિત રહ્યા હતા