TANKARA:ટંકારામાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર નરાધમને ૨૦ વર્ષની કેદની સજા

0
130
વાત્સલ્યમ્ સમાચાર

ટંકારામાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર નરાધમને ૨૦ વર્ષની કેદની સજા

ટંકારાના ગ્રામ્ય પંથકમાં રહીને મજુરી કરતા શ્રમિક પરિવારની સગીર વયની દીકરીને એક ઇસમ અપહરણ કરી ભગાડી ગયો હતો અને આરોપીએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોય જે અપહરણ અને દુષ્કર્મનો કેસ મોરબી સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલી જતા કોર્ટે નરાધમને કસુરવાન ઠેરવી ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને ભોગ બનનારને ૪.૩૨ લાખનું વળતર ચુકવવા આદેશ કર્યો છે

IMG 20231025 WA0041 1

જે બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. ૧૪-૧૧-૨૦૨૦ બ રોજ ટંકારાના ગ્રામ્ય પંથકમાંથી શ્રમિક પરિવારની સાડા તેર વર્ષની સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું લગ્ન કરવાના ઈરાદે એક ઇસમ સગીરાને ભગાડી જઈને અપહરણ કર્યાની ભોગ બનનારના પિતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદને પગલે ટંકારા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો હતો અને આરોપીએ સગીરા સાથે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યાનું ખુલતા પોલીસે અપહરણ અને દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી

જે કેસ સ્પેશ્યલ પોક્સો કોર્ટ, મોરબીમાં ચાલી જતા મોરબીના મદદનીશ સરકારી વકીલ સંજય દવે અને નીરજ કારીઆએ કોર્ટમાં આરોપી વિરુદ્ધ ૧૩ મૌખિક પુરાવા અને ૨૭ દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા જે પુરાવાઓ અને દલીલોને ધ્યાને લઈને સ્પેશ્યલ પોક્સો કોર્ટે આરોપી નાનો ઉર્ફે મોતિયો કાંતિભાઈ ઉર્ફે કાનો સેમલીયાભાઈ ભુરીયાને કસુરવાન ઠેરવ્યો હતો જેમાં આઈપીસી કલમ ૩૬૩ મુજબના ગુનામાં ૫ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૫૦૦૦ દંડ તેમજ આઈપીસી ૩૬૬ ના ગુનામાં ૭ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૭૦૦૦ નો દંડ ફટકાર્યો છે

તેમજ આઈપીસી કલમ ૩૭૬ (૨)(એન) ૩૭૬ (૩) ની સાથે વાંચતા પોક્સો એક્ટની કલમ ૬ મુજબના ગુનામાં કસુરવાન ઠેરવીને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૨૦,૦૦૦ નો દંડ તેમજ દંડ ના ભરે તો વધુ છ માસની સખ્ત કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે તેમજ ભોગ બનનારને વિકટીમ કમ્પેનશેસન સ્કીમ ૨૦૧૯ મુજબ રૂ ૪ લાખનું વળતર અને આરોપીના દંડની રકમ રૂ ૩૨,૦૦૦ સહીત કુલ રૂ ૪.૩૨ લાખનું વળતર ચુકવવા આદેશ કર્યો છે

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews