વાંકાનેર ના ભોજપરા ગામ ની માસુમ બાળ રોજેદાર નરમીન બાનુએ પ્રથમ રજુ રાખી ખુદાની બંદગી કરી
રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી
મોરબી: સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા પવિત્ર રમજાન માસ નિમિત્તે પ્રથમ મુસ્લિમ ચાંદ થી મસ્જિદો અને મુસ્લિમ સમાજના ઘરે ઘરે રમજાન માસ અંતર્ગત ઈબાદત નમાજ કુરાન શરીફ ની તિલાવત વિગેરે સદકા ઈમદાદ ખેરાત સાથે યુવાનો મહિલાઓ વૃદ્ધો પવિત્ર રમજાન માસ નિમિત્તે રોજા રાખી ખુદાની બંદગી કરતા હોય છે ત્યારે માસુમ બાળ રોજેદારો પણ પવિત્ર રમજાન માસના રોજા રાખી ખુદાની બંદગી કરતા હોય છે જેમાં વાંકાનેર તાલુકાના ભોજપરા ગામ ખાતે માત્ર ચાર વર્ષ પાંચ મહિના ની માસુમ રોજે દાર નરમીન બાનુ એ રમજાનના ત્રીજા ચાંદ મા મા બીબી ફાતમાન ના મુબારક દિન નિમિત્તે રોજુ કરી 15 થી 16 કલાક સુધી પોતાની ભૂખ પ્યાસ ને ત્યાગી ખુદાની બંદગી કરી હતી આ નાની માસુમ બાળ રોજેદારને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે શેખ ફકીર સમાજના ભોજપરા ગામના માજી સરપંચ અમીરૂદ્દીન શેખ ના નાનકડા ભાઈ નસરુદ્દીન શેખ ની દીકરી નરમીન બાનુને ફુલહારથી સ્વાગત કરી દુઆઓ સાથે શુભેચ્છા અભિનંદન આપી હતી