“મામા હુસેનભાઇ રફાઈ ફૂલહાર થી સ્વાગત કરી જોરાવર શાહ પીર ની દરગાહ શરીફ એ કરાવી સલામી”
વાંકાનેર: હાલ મુસ્લિમ સમાજના પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે ત્યારે યુવાનો મહિલાઓ વૃદ્ધો સહિત નાના-નાના બાળકો પણ પવિત્ર રમજાન માસમાં રોજા રાખી ખુદા ની બંદગી કરી રહ્યા છે ત્યારે વાંકાનેર ખાતે સીટી સ્ટેશન પાસે રહેતા ફકીર સિપાઈ ઝાકીર ભાઈ ની દીકરી સાન્યાબાનું એ નવ વર્ષની ઉંમર મા પ્રથમ રોજુ મુબારક કરી ખુદાની બંદગી કરી હતી ત્યારે નાની બાળ રાજેદારને ફૂલહારથી મામા હુસેનભાઇ રફાઈ જેવો જી આર ડી માં ફરજ બજાવી રહ્યા છે તેઓએ વાંકાનેર ના જોરાવર શાહ પીરની દરગાહ શરીફ એ સલામ કરાવી ખુદાની ઈબાદત બંદગી સાથે પવિત્ર રમજાન માસ નિમિત્તે માસુમ 9 વર્ષની બાળ રોજેદાર સાનિયા પ્રથમ રોજુ કરી વહેલી સવારે સર્ગી કરી અને ભણવા માટે નિશાળે ગયેલ ત્યાં સુધી પરિવારને ખબર ન હતી કે આ રોજેદાર છે જ્યારે ખબર પડી ત્યારે સમગ્ર પરિવારમાં ખુશીની લહેર સાથે બાળ રોજેદાર સાનિયા બાનુને એ હેત વર્ષા સાથે નાના નાની મામા મામી સહિતના બાળ રોજેદારને શુભેચ્છા અભિનંદન આપી હતી