નસીતપર પ્રા.શાળામાં વ્યસન ની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન

0
18
વાત્સલ્યમ્ સમાચાર

હર્ષદરાય કંસારા ટંકારા: ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈના સયુંકત ઉપક્રમે નસીતપર ખાતે આવેલી શ્રી જુના નસીતપર પ્રાથમિક શાળામાં વ્યસન ની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ,
જેમાં ધોરણ ૬ થી ૮ ના કુલ ૫૦ બાળકોએ ભાગ લીધેલ, અને પોતાની આવડત મુજબ વ્યસન ની જાગૃતિ ઉપર ચિત્ર સ્પર્ધા યોજવામાં આવેલ
સ્પર્ધામાં પ્રથમ નંબર પર કુંડારિયા હિત ધર્મેન્દ્રભાઈ,તથા દ્રિતીય ક્રમ પર ભાંભી હાર્દિક પરસોતમભાઈ, તથા તૃતીય નંબર પર ભીલ પીનલ ગણપતભાઈ મેળવ્યો હતો, વિજેતા થનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવેલ તથા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવેલ,

 

IMG 20230120 WA0057
આર.બી.એસ.કે. ડો.અમિતા સનારીયા દ્વારા વિદ્યાર્થીઓને તમાકુના વ્યસનની જાગૃતિ અંગે, વ્યસન ની શારીરિક અસરો, આર્થિક અસરો વગેરે બાબતો અંગે માર્ગદર્શન આપેલ, અને દરેક વિદ્યાર્થીઓને પોતે તમાકુ મુક્ત રહેવા અને પોતાના પરિવારને પણ વ્યસનમુક્ત કરવા અનુરોધ કર્યો હતો

IMG 20230120 WA0058
આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ સુપરવાઈઝર પટેલ હિતેશ કે પી.એચ.સી. સુપરવાઈઝર મોસત એમ.એસ, એમ.પી.એચ.ડબ્લ્યુ જાની જગદીશભાઈ એફ.એચ. ડબલ્યુ, અફસાના બારિયા સી.એચ.ઓ, અસ્મા ચૌધરી પણ હાજર રહેલ, આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય એ કિશોરભાઈ વસિયાણી તથા સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવેલ.

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews