GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા ના મિતાણા ગામે આવતી કાલે બહુચરાજી મંદિરે ફ્રી મેડીકલ કેમ્પ યોજાશે

ટંકારા ના મિતાણા ગામે બહુચરાજી મંદિરે ફ્રી મેડીકલ કેમ્પનુ આયોજન

ટંકારા તાલુકાના મિતાણા ગામ નજીક રાજકોટ હાઈવે પર આવેલા બહુચરાજી મંદિરે લાયન્સ કલબ રાજકોટ મિડટાઉન અને દિવ્ય શક્તિ ધામ અને સત્યમ સેવા ફાઉન્ડેશન દ્વારા ફ્રી મેડીકલ ચેકઅપ તથા સેનેટરી પેડ વિતરણ કેમ્પ નું રવિવારે સવારે ૯ થી બપોરે ૧૨ વાગ્યા સુધી આયોજન કરવામાં આવ્યું છે.


રાજકોટ મોરબી હાઈવે પર ટંંકારા તાલુકાના મિતાણા ગામ નજીક આવેલા બહુચરાજી મંદિર ખાતે તદ્દન નિઃશુલ્ક નિદાન કેમ્પ નુ આયોજન કરાયુ છે. જેમા, કરોડરજ્જુ, માનસિક રોગ, કાન નાક,ગળા, સ્ત્રી રોગ, વ્યસન મુક્તિ, આંખ નુ નિદાન, જનરલ તપાસ, ફેફસા, હાડકા સહિતના તમામ રોગોની તપાસ અને નિદાન કરવા માટે નામાંકિત ડોક્ટરો ની ટીમ આવનાર હોય તેમજ અહીંયા ચશ્મા, દવા, સેનેટરી પેડ તથા ડાયાબિટીસ ચેકઅપ ફી કરી આપવા મા આવનાર હોય લોકોને લાભ લેવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.

MORBI: મોરબીમાં આખરે અહીં કયારે બનશે સારો રોડ ..? : પ્રજામાં આક્રોશ

[wptube id="1252022"]
Back to top button