વાત્સલ્યમ્ સમાચાર
Halvad:હળવદ દારૂની મહેફિલ ઉપર પોલીસ ત્રાટકી
હળવદ શહેરના ધરતીનગર સોસાયટીમાં શક્તિસિંહ ઝાલાના મકાનમાં દારૂની મહેફિલ જામી હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડતા મકાનમાંથી નશાની હાલતમા બકવાસ કરી રહેલા આરોપી સત્યપાલસિંહ અશોકસિંહ ઝાલા, રહે.ગામ-દિઘડીયા તા.હળવદ જી.મોરબી, યશભાઈ અનીલભાઈ રાવલ, રહે.વસંત પાર્ક હળવદ તા.હળવદ જી.મોરબી, ચિતનકુમાર જીતેન્દ્રકુમાર રાવલ, રહે.વાણીયાવાડ હળવદ તા.હળવદ જી.મોરબી તથા રૂત્વીકકુમાર શંકરભાઈ ધારીયા પરમાર, રહે.ગૌરી દરવાજા પાસે હળવદ તા.હળવદ જી.મોરબી નામના શખ્સો વિદેશી દારૂની 500 એમએલની ભરેલી બોટલ તેમજ બાઇટિંગ નાસ્તાના પેકેટ અને પ્લાસ્ટિકના ચાર ગ્લાસ સાથે નશો કરેલી હાલતમાં મળી આવતા પોલીસે વિદેશી દારૂ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ ચારેય વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.