વાત્સલ્યમ્ સમાચાર
હળવદના ખેતરડી ગામેથી ઈંગ્લીશ દારૂના ચપલા સાથે રાહુલ ઝડપાયો
હળવદ તાલુકાના ખેતરડી ગામની સીમમાં આરોપી રાહુલભાઈ ગણેશભાઈ દેકાવાડીયા (ઉ.વ.૧૯) રહે. ખેતરડી ગામ તા. હળવદવાળાએ ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂના ચપલા નંગ -૦૨ કિં રૂ. ૨૦૦ ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.