મોરબી શ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા શરદ પૂનમે રોજ રાસ ગરબા આયોજન
મોરબીના શ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા શરદ પૂનમમાં રોજ રાસ ગરબા મહોત્સવ 2023 નું 28/10/2023 ને શનિવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના શાહીબાગ ઉમા ટાઉનશીપ મેન ગેટ સામે રાસ ગરબા મહોત્સવ નું આયોજન કરાયું છે જેમાં ઓરકેસ્ટ્રા સાઉન્ડ રીટા ગોસ્વામી ગ્રુપના રાખવામાં આવ્યા છે. મોરબી સીટી તથા તાલુકાના ગામડા વિસ્તારમાં રહેતા તમામ દશનામ ગોસ્વામી સમાજના લોકોને આ કાર્યક્રમમાં પધારી કાર્યક્રમને સફળ બનાવે તે માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. શ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા મોરબીના જુના મહાજન ચોક ઘનશ્યામ ચેમ્બર્સ શિવ ડિજિટલ ખાતે કાર્યાલય પણ શરૂ કરવામાં આવ્યું છે. અને આ રાસ ગરબા મહોત્સવ માટે ગ્રાઉન્ડમાં સંયોગી તરીકે જન કલ્યાણેશ્વર મહાદેવ મંદિરના પૂજારી રાજુ મહારાજે પણ સહયોગ આપ્યો છે તેમ પણ આયોજકોએ યાદી મા જણાવ્યુ છે.