સજનપર ગામ પંચાયતના મહિલા સરપંચે રાજીનામું આપતા ઉપ સરપંચ એ ચાર્જ સંભાળીઓ
ગ્રામ્ય વિસ્તારમાં મહિલા અનામત ની સરકારની નીતિ રીતે ઢીલી ઢફ!!!
ડિજિટલ ગુજરાતમાં વિકાસ લક્ષી સરકારના શાસનકાળનો વિકાસનો ગઢ ગુજરાતમાં મહિલા અનામતને સ્થાન જાણે કાગળ પર રહ્યું હોય તેમ ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલા મોરબી જિલ્લા ના ટંકારા તાલુકાના સજનપર ગામે ગ્રામ્ય વિસ્તારનો વિકાસ કરી શકે તેવા મહિલા શિક્ષિત સરપંચ એકાએક રાજીનામું આપી દેતા નાના એવા સંજનપર ગામમાં વિકાસ રૂધાઈ રહ્યો હોય તેમ બુદ્ધિ જીવીઓ અનુભવી રહ્યા છે ગત તારીખ 3 11 2023 ના રોજ મહિલા સરપંચે લેખિતમાં રાજીનામું આપ્યું હતું જે રાજીનામું સરકારી અધિકારીઓ દ્વારા સ્વિકારી ઉપસરપંચને ચાર્જ સોંપી પંચાયતી ધારા કલમનો અમલ કરી દેવામાં આવ્યો છે પરંતુ મહિલા અનામતની વાતો કરનાર મહિલા ચિંતક સરકારના શાસનકાળમાં શિક્ષિત મહિલાઓને રાજકીય ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે વિકાસ લક્ષી કાર્યમાં સ્થાન મળવું જરૂરી હોય તે હાલના સંજોગે દૂર સુધી વિકાસનો પ્રકાશ કે પ્રતિબિંબ ને પણ પારખી શકવાની દ્રષ્ટિ રાજકીય ક્ષેત્રે ન રહી હોય તેમ ટંકારા પંથક ના સજનપર ગામે મહિલા સરપંચના રાજીના માંથી મહિલા અનામત કેવી? અને કેટલી? એ તો સત્તા ભુખીયા રાજકીય નેતાઓ જાણે છે એટલે શિક્ષિત મહિલા સરપંચે રાજીનામું આપવું પડ્યું હોય તો નવાઈ નહીં રાજીનામાંને પગલે અનેક ચર્ચાએ જોર પકડ્યું છે