મોરબી રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત ઝડપાયા
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી સાહેબ નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ પ્રોહી જુગારની બદી પર અંકુશ લાવવા સુચના કરેલ હોય તેમજ અમો નાઇટ પેટ્રોલીગ મા હોય દરમ્યાન અમોને ખાનગીરાહે હકિકત મળેલ કે ઉમેદભા મનુભાઇ બાવડા રહે.મોરબી લીલાપર રોડ ખડીયાવાસ વાળો પોતાના રહેણાક મકાનમાં બહાર થી માણસો ભેગા કરી જુગારના સાધનો પુરા પાડી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતા હોય જેથી હકિકત આધારે રેઇડ કરતા સાત ઇસમો નશીબ આધારીત ગંજીપતાના પાના પૈસા વડે જુગાર રમતા મળી આવતા રોકડ રૂ.૭૪૬૮૦/- ના મુદામાલ સાથે મળી આવતા જુગાર ધારા કલમ.૪૫ મુજબ આરોપી વિરુધ્ધ ગુન્હો રજી કરી કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.
(૧) ઉમેદભા મનુભાઇ બાવડા રહે,મોરબી લીલાપર રોડ ખડીયાવાસ (૨) ભારૂભા લાલુભા બાવડા રહે.મોરબી લીલાપર રોડ રામવિજય સોસાયટી (૩) દેવદાનભાઇ આયદાનભાઇ કુંભારવાડીયા બોરીચા રહે.મોરબી લીલાપર રોડ ખડીયાવાસ (૪) ભાવેશભાઇ જીવાભાઇ મારૂ રહે.મોરબી કુબેરનગર નવલખીરોડ જુનાજીનની પાછળ (૫) દેવરાજભાઇ બાબુભાઇ છુછીયા રહે.મોરબી લીલાપર રોડ ખડીયાવાસ (૬) વિક્રમભાઇ ભુપતભાઇ કાતળ રહે.મોરબી લીલાપર રોડ પાંજરાપોળ સામે ન્યુ પ્રજાપત સોસાયટી (૭) પ્રવીણભાઇ લાલજીભાઇ ગુડારીયા ઉ.વ.૨૮ રહે.મોરબી લીલાપર રોડ ખડીયાવાસ
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી– શ્રી એચ.એ.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર તથા એ.એસ.આઇ રાજદીપસિંહ રાણા તથા પો.હેડકોન્સ કિશોરભાઇ મિયાત્રા તથા ચકુભાઇ કરોતરા તથા ધર્મેન્દ્રભાઇ વાધડીયા તથા પો.કોન્સ સિધ્ધરાજસિંહ જાડેજા તથા તેજાભાઇ ગરચર તથા અરજણભાઇ ગરીયા નાઓ દ્વારા કરેલ છે.