MORBI:મોરબી એન.ડી.પી.એસ ગુનામાં સંડોવાયેલ ઇસમ છેલ્લા નવ માસથી નાસતો ફરતો આરોપીને એસઓજી ટીમે ઝડપી લીઘો
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો નોંધાયો હોય જે ગુનામાં સંડોવાયેલ ઇસમ છેલ્લા નવ માસથી નાસતો ફરતો હતો જે આરોપીને એસઓજી ટીમે મોરબીની રવિરાજ ચોકડી પાસેથી ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી જીલ્લાના એસઓજી ચાર્ટર મુજબના ગુનામાં નાસતા ફરતા ઇસમોને ઝડપી લેવા ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ ૧૯૮૫ ની કલમ ૮ (સી), ૨૦ (બી) મુજબના ગુનામાં આરોપી કરશન ભીખાભાઈ વાઘેલા રહે ચીભડા જી. બનાસકાંઠા વાળો નવ માસથી નાસતો ફરતો હોય જે ઇસમ હાલ મોરબી બાયપાસ પાસે રવિરાજ ચોકડી પાસે ઉભો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી અને સ્થળ પરથી આરોપી કરશન ભીખાભાઈ વાઘેલા મળી આવતા આરોપીને ઝડપી લઈને તાલુકા પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી કરવા સોપવામાં આવ્યો છે