MORBI

વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં થયેલ કૌભાંડમાં ઢાક પીછેડો થયા હોવાની શંકા!!

વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં થયેલ કૌભાંડમાં ઢાક પીછેડો થયા હોવાની શંકા!!

DDO મોરબી બધું જાણતા હોવા છતાં પોલીસ ફરીયાદમાં વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી નાં નામની બાદબાકી કેમ ? તે યક્ષ પ્રશ્ન લોક ચર્ચાનો મુદ્દો બન્યો છે.

ત્રણ TDO અને TPO નું નામ પોલીસ ફરિયાદમાં ક્યારે ખુલશે એ પણ હવે તપાસ નો વિષય બની ને રહી ગયો છે!

શિક્ષણ વિભાગમાં થયેલા કૌભાંડ વહીવટી બિલો ઉપર સહી કરનાર તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને વહીવટી ક્લાર્કની ભૂમિકા શંકાસ્પદ હોવા છતાં હજુ સુધી તેમની વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં આવ્યા ન હોવાથી સમગ્ર કૌભાંડ ઉપર પોતું મારવાનું ષડયંત્ર હોવાની વાત નકારી શકાય નહીં!

ત્યારે જોવાનું રહ્યું કે પોલીસ તપાસ હવે વેગ પકડી મુખ્ય આરોપી સુધી પોહચી શકે છે કે પછી સમગ્ર કૌભાંડ ને રૂપિયાના છાયાથી ઢાંકી દેશે! એ તો હવે આવનાર સમય જ નક્કી કરશે!

MORBI: મોરબીમાં આખરે અહીં કયારે બનશે સારો રોડ ..? : પ્રજામાં આક્રોશ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!