કારોબારી સમિતિ માટે મળેલી સભામાં ઘર કા ભેદી લંકા લૂંટાયે જેવો ઘાટ થી રાજકીય ગરમાવો ટંકારા પંથકમાં ભાજપમાં અંદરો અંદર ડખો .!!
ટંકારા તાલુકા પંચાયત કારોબારી સમિતિ માટે ભાજપે અલ્પેશભાઈ દલસાણીયાનું નામ મુક્ત ભાજપના એક જુથે વિરોધ કર્યો હતો અને પુષ્પાબેન કામરીયા સહિતના સભ્યોએ પુષ્પાબેન નું નામ મૂકી સમિતિ બનાવી હતી જે સમિતિમાં કોંગ્રેસ અને અપક્ષના સભ્યોએ પણ ટેકો આપ્યો હતો સભામાં તાલુકા પંચાયતના ૧૬ માંથી ૧૪ સભ્યો હાજર રહ્યા હતા અને પુષ્પાબેન કામરીયાને કારોબારી અધ્યક્ષ બનાવવા માટે ૧૪ માંથી ૧૧ મતો મળ્યા હતા જયારે પ્રમુખ અને ઉપપ્રમુખે મતદાન કરવાને બદલે તટસ્થ વલણ અપનાવ્યું હતું તો કારોબારી સમિતિના દાવેદાર અલ્પેશભાઈ દલસાણીયાએ પણ મત આપ્યો ના હતો
આમ ટંકારા ભાજપમાં બધું બરોબર નથી તેવો ગણગણાટ શરુ થઇ ગયો છે ભાજપનું એક મોટું જૂથ પક્ષના નિર્ણયની વિરોધમાં જોવા મળ્યું હતું માત્ર એટલું જ નહિ પોતાનો ઉમેદવાર ઉભો રાખી બહુમતીથી વિજેતા પણ બનાવી દેતા હવે ભાજપ પક્ષ બળવાખોર જૂથને સમજાવી શકશે કે પછી ભાજપનો જુથવાદ વધુ ઉગ્રરૂપ ધારણ કરશે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે ટંકારા તાલુકા પંચાયતમાં ભાજપ પાસે ૯ સભ્યો, કોંગ્રેસ પાસે ૬ સભ્ય અને એક અપક્ષ સભ્ય મળીને કુલ ૧૬ સભ્યોનું સંખ્યાબળ છે…સૌથી મહત્વની વાત એ છે કે પ્રમુખ ઉપ પ્રમુખ તરીકે સમિતી રજુ કરનારે પણ તટસ્થ રહી મત ન આપતા ખડખડાટ..