વાત્સલ્યમ્ સમાચાર
ટંકારાના નેકનામ ગામ નજીક દેશી દારૂ વેંચતા માતા-પુત્રી ઝડપાયા
ટંકારા તાલુકાના નેકનામ ગામથી પડધરી જતા રોડ ઉપર રેડકો કારખાના પાસે એક્ટિવા મોટર સાયકલ રાખી નેકનામ ગામે રહેતા કમળાબેન ચમનભાઈ પરમાર તેમજ તેમની પુત્રી જયશ્રીબેન ચમનભાઈ પરમાર દેશી દારૂનો વેપલો કરતા હોવાની બાતમીને આધારે ટંકારા પોલીસે દરોડો પાડી એક્ટિવામાથી 7 લીટર દેશી દારૂ ભરેલી 28 કોથળી કિંમત રૂપિયા 140 કબ્જે કરી ગુન્હાના કામે ઉપયોગમાં લેવાયેલ એક્ટિવા કિંમત રૂપિયા 20 હજાર કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.