GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા તાલુકાના ટોળ ગામે ભર ઉનાળે પીવાના પાણીની પુકાર ઉઠી

TANKARA:ટંકારા તાલુકાના ટોળ ગામે ભર ઉનાળે પીવાના પાણીની પુકાર ઉઠી

 

(રીપોર્ટ – આરીફ દિવાન દ્વારા )

નલ સે જલ ની વાતો કરનાર નેતાગીરી ગ્રામ્ય વિસ્તારમાં નિષ્ક્રિય નિષ્ફળ નિષ્ક્રિય નિવડી!!!


આજના આધુનિક યુગમાં પણ હજુ ગ્રામ્ય વિસ્તારમાં સંપૂર્ણ સુવિધા પૂરી પાડવામાં નબળી નેતાગીરી રહી હોય તેવી મતદાર પ્રજા અનુભવ મહેસુસ કરી રહી છે એક તરફ વિકાસની વાતો કરનાર શાસન પક્ષના નેતાઓ તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારની પ્રજાને પીવાના પાણીની હાલાકી નો ભોગ ભર ઉનાળે કળ કળ કરતા તાપમા લોકોને પીવાના પાણીની વ્યવસ્થા માટે સ્થાનિક ટોળ ગામ પંચાયતના સરપંચ ની દોડાદોડી રહે છે ત્યારે સરપંચ અબ્દુલભાઈએ જણાવેલ વિગતમાં પ્રજાના પાણીના પ્રશ્ન અંગે લાગતા વળગતા અધિકારીઓ સમક્ષ અવારનવાર લેખિત મૌખિક રજૂઆત કરેલ છે પરંતુ તેનું નિરાકરણ ના આવતું હોય તેના પરિણામે ના છૂટે ટોળ ગામની પ્રજાને મંદી મોંઘવારીના માહોલમાં વેચાતા પાણી લેવા પડે છે તો આ કેવો? વિકાસ! તેઓ પ્રશ્ન આમ પ્રજા માં ઉઠવા પામ્યો છે ટંકારા તાલુકાના ટોળ ગામની વસ્તી આશરે 2000 જેટલી છે અને ત્યાં પશુપાલન 3000 જેટલુ આશરે રહ્યું છે એવા ગ્રામ્ય વિસ્તાર ટોળ મા વિકાસ માત્ર કાગળ ઉપર જ થતો હોય તેઓ હાલની સ્થિતિ કહી રહી છે આ અંગે વધુમાં જાણવા મળતી વિગત એવી છે કે ટોળ ગામે બે પાણીના સંપ મોટા છે જેમાં એક ટાંકામાં 50,000 લીટર તો બીજામાં 1 લાખ લીટર પાણી નો સંગ્રહ થઈ શકે પરંતુ બંને ટાંકા ખાલી ખમ રહેતા ટોળ ગામની પ્રજા તાહિમામ પુકારી ઊઠી છે સ્થાનિક મતદાર પ્રજાનું કેવું છે કે પાણી પુરવઠા વિભાગ કે સરકારી બાબુઓ ના દર્શન ગ્રામ્ય વિસ્તાર એવા ટોળમાં રહ્યા છે જેના પરિણામે સરકારી શાળાઓમાં પણ પીવાના પાણીની આલાકી જન્મી છે

Back to top button
error: Content is protected !!