ટંકારા તાલુકા પંચાયત દ્વારા મેરી માટે મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર તાલુકામાં એકત્રીકરણ માટી જિલ્લા કક્ષાએ મોકલવામાં આવી
આજરોજ ટંકારા તાલુકા પંચાયત ખાતે મારી માટી મેરા દેશ અભિયાન અંતર્ગત ફેઝ ટુ માં અમૃત કળશ યાત્રાના આયોજનના ભાગરૂપે કળસ એકત્રિત કરી રાજ્ય કક્ષાએ કાર્યક્રમ સ્થળે પહોંચાડવા માટે રથ/ટેબલો દ્વારા લીલી જંડી આપી તેની ઉજવણી કરી હતી અને ગામેગામ થી એકત્ર કરેલ માટીના અમૃત કળશની જિલ્લા કક્ષાએ મોકલવામાં આવ્યો. આ કાર્યક્રમમાં માનનીય ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરીયા તાલુકા પંચાયત પ્રમુખશ્રી શ્રીમતી યુ.એ માંડવીયા તાલુકા ભાજપ પ્રમુખશ્રી કિરીટભાઈ અંદરપા તાલુકા ભાજપ મહામંત્રી શ્રી રૂપસિંહ ઝાલા તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી ચાર્મીબેન સેજપાલ જિલ્લા પંચાયત સામાજીક ન્યાય સમિતિના ચેરમેન શ્રી પ્રતિનિધિ અશોકભાઈ ચાવડા, તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી ગીતાબેન એસ ભોરણીયા , તાલુકા ભાજપ ઉપપ્રમુખ દિનેશભાઈ વાઘરીયા, કાનાભાઈ ત્રિવેદી, મોરબી જિલ્લા કિસાન મોરચા પ્રમુખ પ્રદ્યુમનભાઈ , તાલુકા વિકાસ અધિકારીની શ્રી જતીનભાઈ ચાવડા, નાયબ મામલતદાર શ્રી કે. એમ . રોય, સુરેશભાઈ સોલંકી તેમજ તાલુકા પંચાયત સ્ટાફ અને ટંકારા પોલીસ સ્ટેશનના સ્ટાફ સંયુક્ત રીતે કાર્યક્રમમાં હાજરી આપી ઉજવણી કરી હતી