MORBIMORBI CITY / TALUKO

પત્રકારો માટે આજના સમયમાં સૌથી મોટો પડકાર વિશ્વસનીયતા જાળવી રાખવાનો છે : શિરીષ કાશીકર

પ્રેસ વેલ્ફેર ક્લબ દ્વારા મોરબી જિલ્લાના મીડિયા મિત્રો માટે માર્ગદર્શક સેમીનાર યોજાયો : ડીવાયએસપી, પ્રાંત અધિકારી અને સિરામિક એસોસિએશનના પણ ઉપસ્થિત રહ્યા

 

મોરબી : મોરબી જીલ્લામાં ટીવી ચેનલ, ન્યુઝ પેપર, વેબ પોર્ટલ અને ડીજીટલ મીડિયા સાથે જોડાયેલા પત્રકારો માટે મોરબી જીલ્લા પ્રેસ વેલ્ફેર ક્લબની રચના કર્યા બાદ શનિવારે મોરબી સિરામિક એસોસિએશન હોલ ખાતે “આજના સમયમાં પત્રકારત્વનું મહત્વ, જવાબદારી અને પડકારો” વિષય પર ખાસ સેમીનારનું આયોજન કરાયું હતું. જેમાં અમદાવાદથી નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ જર્નાલીઝમના ડાયરેક્ટર શિરીષ કાશીકરે પત્રકારોને ખાસ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું

મોરબીના સિરામિક એસોસિએશન હોલ ખાતે આયોજિત સેમીનારમાં ઉપસ્થિત મહેમાનોમાં સિરામિક એસોસિએશનના પ્રમુખ કિરીટભાઈ પટેલે પત્રકારો સમક્ષ ફેક ન્યુઝ, ગળાકાપ હરીફાઈ સહિતના મુદ્દા રજૂ કર્યા હતા જ્યારે જિલ્લા પોલીસ તંત્ર વતી ડીવાયએસપી પી.એ.ઝાલાએ બી પોઝીટીવ મંત્ર આપીને માહિતી કેવી રીતે પહોંચાડવી જેથી લોકો પોઝીટીવ રીતે તે માહિતી મેળવી સકે તે અંગે માહિતી આપી હતી. તેમજ માહિતી મળતા તુરંત તે આગળ પહોંચાડવાને બદલે વેરીફાઈ કરવા પર ભાર મુક્યો હતો તેઓએ પોક્સો એક્ટ, સ્ત્રીઓ સાથે થતા છેડતી અને દુષ્કર્મ જેવા ગુનાઓના રીપોર્ટીંગ સમયે કેવી તકેદારી રાખવી, કાયદો શું કહે છે તેની માહિતી પૂરી પાડી હતી સાથે જ આઈટી એક્ટમાં કેવા પ્રકારની માહિતી શેર કરવાથી ગુનો બને છે તેનું પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જ્યારે મોરબીના પ્રાંત અધિકારી ડી.એ.ઝાલાએ મોરબીના હકારાત્મક પત્રકારત્વના વખાણ કર્યા હતા અને મોરબીના પત્રકારો તંત્રને યોગ્ય સહયોગ આપતા હોવાનું જણાવ્યું હતું. તો સાથે પ્રશ્નાર્થ મુકીને સમાચાર મુકવા સમયે કોઈને નુકશાન તો નથી થતું ને ? તેની તકેદારી રાખવા જણાવ્યું હતું અને ખરાઈ કરીને બાદમાં જ લોકો સુધી સમાચાર પહોંચાડવા જોઈએ તેના ભાર આપી સમાચારોમાં ગુનેગારના જ્ઞાતિ અને ધર્મનો ઉલ્લેખ પણ ટાળવો જોઈએ તેવો મત વ્યકત કર્યો હતો.

 

જ્યારે આ સેમીનારમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા શિરીષ કાશીકરે પત્રકારો સાથે ગોષ્ઠી કરતા જણાવ્યું હતું કે પત્રકાર તરીકે અપડેટ થતા રહેવું જરૂરી છે પત્રકાર લોકમતનું ઘડતર કરે છે અને લોકો પણ તેના પર ભરોસો કરત હોય છે ગુનાખોરીના સમાચારો સમયે જ્ઞાતિના ઉલ્લેખથી પત્રકારો પણ જાણે-અજાણે તે પ્રવૃતિને પ્રોત્સાહન પૂરું પાડતા હોય છે તેનાથી બચવું જોઈએ. તો સેક્સ હમેશા વેચાય છે તેમ જણાવીને ઉદાહરણ પૂરું પાડ્યું હતું જેમાં છેડતી અને દુષ્કર્મ કેસમાં ઘટનાનું વર્ણન કરવું જરૂરી નથી હોતું છતાં કરવામાં આવે છે જે યોગ્ય નથી

 

પત્રકારો માટે મુખ્ય મુદો જવાબદારીનો છે જવાબદારી પૂર્વક રીપોર્ટીંગ ના થાય ત્યાં સુધી તકલીફો રહેશે આજના ડીજીટલ મીડિયા વિશે જણાવ્યું હતું કે તેમાં સ્પીડ તેની તાકાત છે ઝડપ છે તે મળે છે પરંતુ ફરી અહી પણ વિશ્વસનીયતાનો જ પ્રશ્ન ઉપસ્થિત થતો હોય છે ખરાઈ કર્યા પછી સમાચાર મોકલવા તે સિધ્ધાંત ભૂલાતો જાય છે સાથે જ તેઓએ “ડીપ ફેક” ન્યુઝ અંગે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિનો વિડીયો કેવી રીતે મોર્ફ કરીને વિરોધીઓએ લાભ ઉઠાવ્યો હતો અને પ્રેસિડેન્ટ જે વાત બોલ્યા જ ના હતા તે સિફતપૂર્વક તેના વિડીયોમાં મુકવામાં આવી તેની વાત કરી હતી ડીજીટલ ટેકનોલોજીનો ઉપયોગ બ્રેન વોશ માટે કરાતો હોવાનું જણાવ્યું હતું તેમજ પ્રેસ કાઉન્સિલના એક્ટ હેઠળ પત્રકારોને મળતા સંરક્ષણ વિશે જણાવ્યું હતું અને અંતમાં ફરીથી સૌથી મોટો પ્રશ્ન વિશ્વસનીયતાનો જ હોવાનું જણાવી ટેકનોલોજી સાથે અપડેટ રહેવા જણાવ્યું હતું

સેમીનારમાં મુખ્ય વક્તા શિરીષ કાશીકર ઉપરાંત સિરામિક એસોસિએશન ના પ્રમુખ કિરીટભાઈ પટેલ, પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, ડીવાયએસપી પી.એ.ઝાલા, માહિતી કચેરીમાંથી વી.કે.ફૂલતરીયા, બળવંતસિંહ જાડેજા, આનંદભાઈ ગઢવી, પ્રવીણભાઈ સનારીયા, અજયભાઈ મુછડીયા તેમજ મોરબી જીલ્લાના ટીવી ચેનલ, ન્યુઝ પેપર, વેબ પોર્ટલ અને ડીજીટલ મીડિયાના પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!