HALVAD:હળવદની શિક્ષિકા બહેનોનો રાસ કલા મહાકુંભમાં ઝોન કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી રાજ્યકક્ષા માટે પસંદ

HALVAD:હળવદની શિક્ષિકા બહેનોનો રાસ કલા મહાકુંભમાં ઝોન કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી રાજ્યકક્ષા માટે પસંદ
નડિયાદ મુકામે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી,ખેડા(નડિયાદ) દ્વારા આયોજિત સંતરામ ઈંગ્લીશ મિડીયમ સ્કૂલ, શ્રી સંતરામ મંદિર પરિસર,નડિયાદ જી.ખેડા ખાતે યોજાયેલ ઝોન કક્ષાના કલા મહાકુંભ માં 21 થી 59 એઝ ગ્રુપમાં રાસ સ્પર્ધામાં મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ગ્રામ્ય અને શહેરની વિવિધ પ્રાથમિક શાળામાં નોકરી કરતા અને અન્ય ગૃહિણી એમ કુલ 16 બહેનો દ્વારા બનાવેલ રંગીલું હળવદ ટીમે ભાગ લીધેલ હતો .
જેમાં હળવદ તાલુકાની શિક્ષિકા બહેનોનો રાસ કાનજી ક્યાં રમી આવ્યા રાસ… રાજ્ય લેવલ સુધી પહોંચ્યો… ખરેખર એક હાર્મોનિયમ અને ઢોલના તાલે ગઢવી સાહેબના દુહા છંદે સમગ્ર ગુજરાતના જિલ્લાઓને પછાડીને મોરબી જિલ્લાનું નામ ઝળહળતું કર્યું છે.કલા મહાકુંભ માં 21 થી 59 વર્ષ ની વય કક્ષામાં વડોદરા, ખેડા, આણંદ, પંચમહાલ,દાહોદ, મહીસાગર, બોટાદને પાછળ છોડી પ્રથમ નંબર મેળવી મોરબી અને હળવદ તાલુકાનું નામ ઊજળું કર્યું છે. કોઈ પણ કોરિયોગ્રાફ વિના બહેનોનો રાસ પ્રથમ નંબર આવ્યો એ ખરેખર હળવદ તાલુકા માટે તેમજ સમગ્ર મોરબી જિલ્લા માટે ગૌરવ ગણાય. હવે આ ટીમ રાજ્ય લેવલે ભાગ લેવા માટે જશે. આવા ખુબજ વ્યસ્ત જીવનમાં સમય કાઢી પ્રેક્ટિસ કરનાર આ ટીમને શુભેચ્છાઓનો વરસાદ વર્ષી રહ્યો છે.







