વાત્સલ્યમ્ સમાચાર
મોરબી રવાપર રોડ ઉપર પીધેલી હાલતમાં ત્રણ શખ્સો ઝડપાયા
મોરબીના રવાપર રોડ પર સિધ્ધિ વિનાયક એપાર્ટમેન્ટ પાછળ પીધેલી હાલતમાં બકવાસ કરતા ત્રણ ઈસમો પ્રજ્ઞેશભાઈ ઉર્ફે રઘો રમેશભાઈ ગોઠી રહે. રવાપર રેસીડેન્સી હરિ દર્શન એપાર્ટમેન્ટ મોરબી, કાર્તિકભાઈ સુરેશભાઈ જોષી રહે. ચંદ્રભાવ એપાર્ટમેન્ટ બ્લોક નં -૩૦૨ રવાપર રેસીડેન્સી મોરબી તથા ગીરીશ ઉર્ફે ગીલો ચતુરભાઈ કાસુંદ્રા રહે. રવાપર રોડ ચિત્રકુટ સોસાયટી મોરબીવાળા પીધેલી હાલતમાં બકવાસ કરતા મળી આવતા પોલીસે ત્રણે ઈસમોને ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.