ગુજરાતી ફિલ્મોની પાછળ સરકારની 22 કરોડની સરકારી સહાય:ગુજરાતી ફિલ્મોને આર્થિક સહાય કરી પ્રોત્સાહન આપતી ગુજરાત સરકાર.
એક જમાનો હતો કે લોકો ગુજરાતી ફિલ્મો જોવા માટે થિયેટરોની ટીકીટ બારીએ મોટી મોટી લાઈનોમાં ઉભા રહેતા હતા.ઘણા બધા ગુજરાતી કલાકારો ગુજરાતી ફિલ્મોમાં પોતાની એક્ટિંગ કરી રાતો રાત સુપર સ્ટાર બની ગયા હતા.પરન્તુ આજના સમયમાં ગુજરાતી ફિલ્મો જોવા જવામાં લોકોને બહુ રસ નથી,ત્યારે ગુજરાતી ફિલ્મો બનાવતા નિર્માતાઓને ફિલ્મ પાછળ કરેલ ખર્ચના રૂપિયા પણ ઉભા થતા ન હોય રાજ્ય સરકાર પાસે આર્થિક સહાય મેળવવી પડતી હોય છે.
ત્યારે ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય દિનેશભાઇ ઠાકોર દ્વારા માહિતી અને પ્રસારણ મંત્રીને પૂછવામાં આવેલ સવાલના જવાબમાં ગુજરાતી ફિલ્મો પ્રોત્સાહન કરવા ફિલ્મ નિર્માતાઓ તરફથી 128 અરજીઓ રાજ્ય સરકારને મળી હતી જેમાંથી 74 નિર્માતાઓને છેલ્લા બે વર્ષમાં રૂપિયા 22 કરોડથી વધુની આર્થિક સહાય રાજ્ય સરકાર તરફથી કરવામાં આવી હતી.