વાત્સલ્યમ્ સમાચાર
મોરબી જિલ્લામાં પોલીસના લોકદરબાર એક બાદ એક બિલાડીના ટોપની જેમ વ્યાજખોરીના બનાવો સામે આવ્યા હતા. ત્યારે વાંકાનેર વ્યાજ વટાવના કેસમાં તલાટીકમ મંત્રી સહિત ફરાર થઈ ગયેલા બે ઈસમોને અમરસર ફાટક પાસેથી ઝડપીને વાંકાનેર સીટી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર સીટી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, તલાટીકમ મંત્રી આરોપી એઝાજહુશેન મહમદઈકબાલભાઈ કાદરી અને પ્રહલાદસિંહ બહાદુરસિંહ ચુડાસમા અમરસર ફાટક પાસે વિહરી રહ્યા છે. જેના આધારે પોલીસે ઘટના સ્થળે દરોડા પાડ્યા હતા. જ્યાં બન્ને આરોપીઓ મળી આવ્યા હતા. પોલીસે તેની પાસેથી રૂપિયા ૧૦,૦૦,૦૦૦ની કિંમતની કિયા કંપનીની કાર રજીસ્ટર નંબર GJ-01-KY-0302, રૂપિયા ૫૫૦૦ની કિંમતના બે મોબાઈલ ફોન સાથે બન્નેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી