મોરબી પંથકમાં હવામાનની આગાહીને સાર્થક કરી દેતો કમોસમી વરસાદ!!!
રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી
“ટંકારા મોરબી વાંકાનેર મા એકા એક પવન ફુકાતા વીજળીના કડાકા ભડાકા સાથે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા”
ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગ દ્વારા કમોસંબી માવઠું વરસાદ થવાના આગાહી સાથે સમાચારો કરવામાં આવ્યા હતા જેના અનુસંધાને પ્રતિસાદ આપતો મેગી તાડવ માવઠાની અસર મોટાભાગે સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે ત્યારે મોરબી પંથકમાં પણ એકાએક હવામાનમાં પલટો આવ્યો હતો જેના ભાગરૂપે ખરા બપોરે સૂર્યદેવ ના દર્શન દુર્લભ થયા હતા ત્યારબાદ મોડી સાંજે 6:00 વાગ્યા આશરે ફરી સૂર્યદેવ પોતાના રોજીદા અનુસાર પ્રગટ થયા હતા તે સમયે પણ વાંકાનેર નેશનલ હાઈવે પર આવેલા વિસ્તારોમાં વરસાદ ના અમીછાટાના શરૂ હતા ટંકારા અને મોરબી પંથકમાં પણ પાણી વહેતા થયા છે જેથી ખેડૂતો ભય ચિંતક બન્યા છે હજુ ઘણા બધા ખેડૂતોએ જીરુ પાક ઉતારવાનું બાકી રહી ગયો હોય તેવા ખેડૂતોને પડ્યા પર પાટુ સમાન આ માવઠાની અસર થી ખેડૂતો ફરી ભયભીત ચિંતક બન્યા છે આલ મોસમની હવામાન ખાતાએ કરેલી આગાહી અનુસાર હવામાન ખાતાની આગાહીને સાર્થક કરતી ઘટના સ્વરૂપે આજ રોજ તારીખ 6 3 2022 ના રોજ બપોરના ૪ થી ૬ વાગ્યા ના સુમાર સુધીમાં આશરે મેઘ તાડવ માવઠાની અસરનો અહેસાસ મોટાભાગના મોરબી ટંકારા વાંકાનેર પંથકના લોકોએ મહેસૂસ કરીયાનું જાણવા મળ્યું છે જે વિકાસની વાતો કરનાર સરકાર માટે ખેડૂત તરફી નેતાઓ ચિંતક બને તેવી આશાઓ ખેડૂતોમાં જન્મી છે