GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાકાનેર ના રસીદગઢ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો રથ પહોંચ્યો ભાવભર્યું સ્વાગત

વાકાનેર ના રસીદગઢ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો રથ પહોંચ્યો ભાવભર્યું સ્વાગત સાથે  દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાઇવ પ્રસારણ આપી યોજનાઓનું માર્ગદર્શન આપ્યું

 


સમગ્ર દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો રથ ફરી લોકોને સરકારી યોજનાઓ થી પરિચિત કરી રહ્યા છે ત્યારે એજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો રથ વાંકાનેર પંથકમાં પણ ફરી ને આજે વાંકાનેર ના રસિક ગઢ ખાતે સવારે 11:00 કલાકે પહોંચ્યો હતો ત્યારે સ્થાનિક લોકોએ સરપંચ સાથે ભાવ ભર્યું રથનું સ્વાગત કરી આવકાર્ય હતું દીપ પ્રાગટ્ય લોકસભા સાંસદ મોહનભાઈ કુંડારીયા એ કર્યું હતું ત્યારબાદ 12:15 કલાકે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લાઈવ પ્રસારણ માં જોડાઈ વિવિધ યોજનાઓ અંગે લાભાર્થીઓના પરિચય સાથે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની યોજના અંગે લોકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રસિક ગઢ ના સરપંચ શિક્ષકો મંત્રી સહિત સમગ્ર ગામ જનોએ કાર્યક્રમને નિહાળીઓ હતો આ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં તાલુકા પંચાયત પ્રમુખ કૈલાસબા હરિસિંહ ઝાલા તેમજ તાલુકા પંચાયત ચેરમેન જીજ્ઞાશા બેન મેર મામલતદાર કાનાણી તાલુકા વિકાસ અધિકારી કોઢીયા સહિત ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ પ્રમુખ ભગવાનજીભાઈ ગાડું ભાઈ ધરજીયા માજી ભાજપ ઉપપ્રમુખ, ભાજપ શહેર મહિલા પ્રમુખ પ્રજ્ઞાબા ઝાલા નરેન્દ્ર ભાઈ સોલંકી ન્યાય સમિતિ દલડી ચંદ્રિકા બા ઝાલા જિલ્લા ભાજપ કારોબારી સભ્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા .

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રસિક ગઢ ના સરપંચ મોહમ્મદ યાસીનભાઈ માથકીયા તેમજ એમ.આઇ સેરસિયા તલાટી મંત્રી હિદાયત અલી ભાઈ સેરસિયા રસિક ગઢ પ્રાથમિક શાળા આચાર્ય સહિતના વિગેરે આ કાર્યક્રમને સફળ બનાવવા માં સહયોગી બન્યા હતા

MORBI: મોરબીમાં આખરે અહીં કયારે બનશે સારો રોડ ..? : પ્રજામાં આક્રોશ

[wptube id="1252022"]
Back to top button