વાંકાનેર ના સિંધાવદર ગામે એક્યુપ્રેશર ફ્રી નિદાન કેમ્પ યોજાયો
“મોરબીના પશુ-પક્ષી માનવ ચિંતક એવા જયસુખભાઈ પટેલ દ્વારા સીંધાવદર પણ સેવા ની મહેક આપી”
મોરબી ખાતે દર ગુરૂવાર અને મંગળવાર એમ અઠવાડિયામાં બે વખત એક્યુપ્રેશર ફ્રી નિદાન કેમ્પ ચલાવી અને માનવોના હાથ પગ કમર નું એક્યુપ્રેશર કરાવી દર્દ મુક્ત દર્દીઓને કરી આશીર્વાદ મેળવવાના સ્વરૂપે મોરબીમાં છેલ્લા ઘણા સમયથી એક્યુપ્રેશર ફ્રી સેવા આપતા જયસુખભાઈ પટેલ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગ્રામ્ય વિસ્તારમાં પણ એક્યુપ્રેશર ફ્રી નિદાન કેમ્પ નું આયોજન કર્યું હતું જેમાં 80 થી 90 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો તેમાં સિંધાવદર સહિત અન્ય ગ્રામ્ય વિસ્તાર એવા રાજા વડલા કણકોટ ખીજડીયા અશરફ નગર વાલાસણ વગેરે અન્ય ગ્રામ્ય વિસ્તારમાંથી એક્યુપ્રેશર ફ્રી નિદાન કેમ્પનો લાભ લેવા માનવ મેદની ઉમટી પડી હતી આ કાર્યક્રમમાં મોરબી થી એક્યુપ્રેશર ફ્રી નિદાન કેમ્પ ની ટીમના જયસુખભાઈ ભાલોડીયા પટેલ દાઉદભાઈ કજેડીયા, હિમાંશુભાઈ પટેલ ના માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમાં સિંધાવદર ગામના સરપંચ ઈસુબ ભાઈ કડીવાર હૈયાત ભાઈ, સાકીરભાઇ બાદી, જાવેદ ભાઈ વકાલીયા એ સર્વે એક્યુપ્રેશર ફ્રી નિદાન કેમ્પ ટીમનો આભાર વ્યકત કર્યો હતો અને સર્વે એક્યુપ્રેશર સારવારના દર્દીઓ માટે ચા પાણી નાસ્તો ની વ્યવસ્થા કરવામાં આવી હતી જે સમગ્ર કાર્યક્રમની તસવીર દ્રશ્યમાન થાય છે