વાત્સલ્યમ્ સમાચાર
WANKANER વાંકાનેર રાતીદેવરી ગામે તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા
વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામે વાંકીયા યોડ રોડ સરકારી શાળા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો કલ્પેશભાઇ અમ્રુતભાઈ વોરા (ઉ.વ.૩૫) , નાથાભાઈ લાલજીભાઇ મદ્રેસાણીયા (ઉ.વ.૩૭), કિશોરભાઈ હેમંતભાઈ વોરા (ઉ.વ.૪૦) તથા પ્રવીણસિંહ ધીરૂભાઇ ઝાલા (ઉ.વ.૫૯) રહે. બધા જુની રાતીદેવરી ગામ તા. વાંકાનેરવાળને રોકડ રકમ રૂ.૨૨,૮૦૦ નાં મુદ્દામાલ સાથે વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.