MORBI:મોરબી નજીકના વનાળીયા ગામે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાશે

0
87
વાત્સલ્યમ્ સમાચાર

મોરબી નજીકના વનાળીયા ગામે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાશેIMG 20231025 WA0038

મોરબી નજીકના વનાળીયા ગામે દર વર્ષે ભટ્ટ પરિવાર દ્વારા હિંગળામાતાજીના મંદિરે શરદ પૂનમનાં દિવસે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે.જેમાં મોરબી તેમજ આસપાસના ગામોમાં રહેતા ઔદીચ્ય ગુજરાતી સાડા ચારસો ભટ્ટ પરિવારના લોકો સહકુટુંબ હાજર રહે છે.આગામી શરદ પુનમ તા.૨૮-૧૦-૨૦૨૩ ને શનિવારના દીવસે પણ ભટ્ટ પરીવારના કુળદેવી હિંગળામાતાજીના વનાળીયા (શારદાનગર) મુકામે આવેલા મંદિરે શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યજમાન તરીકે તરધરી (માળીયા મી.) નિવાસી હાલ મોરબીના મનીષભાઈ કાંતીલાલ ભાઈ ભટ્ટનો દીકરો વૈભવકુમાર તથા તેના પત્ની જલ્પાબેન બેસવાના છે. આ યજ્ઞની શાસ્ત્રોક્ત વેદમંત્રની વિધી વિદ્વાન શાસ્ત્રી તેજસભાઇ રમેશભાઈ ભટ્ટ દ્વારા કરાવવામાં આવશે ત્યારે યજ્ઞના દર્શન અને પ્રસાદ લેવા માટે તમામ ભટ્ટ પરિવારના લોકોને ભટ્ટ પરિવાર ગ્રુપ તથા જીલ્લાનાં અગ્રણીઓ દ્વારા આમંત્રણ આપવામાં આવેલ છે આ ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા માટે પ્રમુખ બળવંતભાઈ ભટૃ (મો.૯૩૨૭૪ ૯૯૧૮૫), બળવંતભાઈ વી. (મો.૯૯૦૯૦ ૮૧૮૫૨) અને જે.પી.ભટ્ટ સહિતના ભટ્ટ પરિવારના લોકો જહેમત ઉઠાવી રહ્યા છે.

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews