વાત્સલ્યમ્ સમાચાર
તા.૨૬/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ “સરકારી ડિપ્લોમા પોલીટેકનિક” કોલેજમાં “અવેરનેસ પ્રોગ્રામ”નું આયોજન કરાયું હતું.
આ કાર્યક્રમમાં ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ભાર્ગવસિંહ ઝણકાટ દ્વારા ડિપ્લોમાં કોલેજનાં ૩૫૦ કરતાં વધુ વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ, ટ્રાફીક અવેરનેસ, વ્યસનમુક્ત જીવન મુલ્યોનું વિદ્યાર્થી જીવનમાં મહત્ત્વ સમજાવવા આવ્યું હતું. અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે વિદ્યાર્થીઓ સાથે માર્ગદર્શન અને સંવાદ પણ કરાયા હતા, જેમાં ઉત્સાહભેર વિદ્યાર્થીઓએ ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ તેમજ શિક્ષકો હાજર રહ્યા હતા.