MP JMR-સવા દાયકાનો અવિરત સેવાયજ્ઞ

0
874
વાત્સલ્યમ્ સમાચાર

MP JMR-સવા દાયકાનો અવિરત સેવાયજ્ઞ1698394081360 IMAGE 2 1698394077046 IMAGE 1 1698394058233 IMAGE 3 1698394068053 IMAGE 5 IMAGE 6 1698394091881 IMAGE 8 IMAGE 7 1698394083550 IMAGE 4

લ્હાણી એટલે નવરાત્રીમાં માં આદ્યશક્તિની નવ નવ દિવસ આરાધના કરતી બાળાઓ દિકરોને વંદન સહ અર્પણ થતો પ્રસાદ

પૂનમબેન માડમ દ્વારા ૩૦૦૦ થી વધુ ગરબીઓમા વધુ બાળાઓને લ્હાણી વિતરણ

જામનગર ( નયના દવે)

MP JMR- એટલે પૂનમબેન માડમ જેઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકલાડીલા સાંસદ છે અને ૨૦૧૦ થી તેઓએ તેમના સદગત પિતાશ્રી હેમતભાઇ રામભાઇ માડમની સ્મૃતિમા અવિરત પણે વિવિધવ સેવાયજ્ઞ પ્રજ્વલીત રાખ્યા છે માટે સવા દાયકાનો અવિરત સેવાયજ્ઞ છે અને બંને જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમા તેમજ જામનગર સીટી એમ ઓખાથી આમરણ તેઓના લોકસભા ક્ષેત્રમા તેઓ છવાયેલા છે

ખાસ કરીને લ્હાણી એટલે નવરાત્રીમાં માં આદ્યશક્તિની નવ નવ દિવસ આરાધના કરતી બાળાઓ દિકરોને વંદન સહ અર્પણ થતો પ્રસાદ છે તેમ માની વરસોથી પૂનમબેન દ્વારા અને તેમના વતી શેરી ગલી સોસાયટી મહોલ્લા ગામડા વોર્ડ એરીયા ચોક વિવિધ સેવાકીય સંસ્થાના કોઇ ટ્રસ્ટ કે ધાર્મિક સ્થળોમા એમ જ્યા જ્યા નાની બાળાઓ દીકરીઓની જ્યા માતાજીની આરાધના નવરાત્રીમા થતી હોય તે વિવિધ સ્થળોએ શહેરમા જિલ્લામા નગરોમા ગ્રામ્ય વિસ્તારોમા ટ્રસ્ટની જુદી જુદી ટીમો
પહોચીને લ્હાણી પહોંચાડે છે સાસદશ્રી પૂનમબેન પણ અનેક નવરાત્રીઓમા જાતે બાળાઓને લ્હાણી વિતરણ કરે છે આ તકે બાળાઓના ચહેરાઓનુ સ્મિત અને ખુશીને તેઓ માતાજીની કૃપા ગણી આ સેવાની તક માટે સૌ આયોજકો અને વાલીઓનો આભાર માનતા હોય છે

આ રીતે ૧ર-જામનગર લોકસભા વિસ્તાર હેઠળના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગામ-શહેર-નગરમાં નવદુર્ગા સમાન બાળાઓની શક્તિની ભક્તિના સન્માન ની સાંસદ પૂનમબેન દ્વારા અવિરત સ્તુત્ય પ્રયાસ થાય છે

શિક્ષણ, આરોગ્ય, ગૌસેવા તેમજ જનસેવાના અનેકવિધ પ્રકલ્પો સાથે દાયકાથી પણ વધુ સમયથી કાર્યરત જામનગરના સ્વએચ.આર.માડમ મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા પ્રમુખ અને સંસદસભ્ય શ્રી પૂનમબૅન માડમના નેજા હેઠળ સેવાકાર્યની સતત સરવાણી વહે છે સાથે સમ્માન અને આરાધનાનો સમન્વય પણ કરવામા ખાવે છે અને દરેક સુધી સેવા પહોંચે તે માટે દરેક પંથકના આગેવાનો હોદેદારો કાર્યકર્તાઓ સ્વયંસેવકો સેવા સંસ્થાઓ ગ્રામજનો નગરજનો સહિત સૌ ઉત્સાહ પૂર્વક જીલ્લાના પ્રજાજનો સુધી-જન-જન સુધી સેવા અને સન્માન પહોંચાડવા માટે સતત કાર્યશીલ છે. ટ્રસ્ટની આ સદભાવનાનો વ્યાપ વધારતા જ રહ્યા છે ત્યારે દર વર્ષની જેમ આ વખતે વિવિધ ગરબીઓની બાળાઓને ભક્તિભાવ પૂર્વક લ્હાણી વિતરણથી સંસદસભ્ય શ્રી પૂનમબેન ના નેજા હેઠળ એક પ્રકારના ભાવપૂર્ણ આરાધના થઇ સમાન કાર્ય સાકાર થયુ હતુ અને બાળાઓ તેમજ ગરબીના આયોજકો એ આ સદકાર્ય ને શક્તિની ભક્તિ સમાન નું ધર્મકાર્ય ગણાવ્યું હતું.

દર વર્ષની જેમ નવરાત્રીના પાવન પર્વ નિમિતે માં જગદંબા સ્વરૂપ નાની બાળાઓ જે ગામ નગર શહેરની ગલી, મહોલ્લા તથા સંસ્થાઓની ગરબે રમતી હોય છે. તે બાળાઓને પ્રોત્સાહિત કરવા અને ભક્તિમય વાતાવરણ ને આદર આપવા માટે સ્વ.એચ.આર.માડમ મેમોરીયલ ટ્રસ્ટ જામનગરના પ્રમુખશ્રી પુનમબેન માડમ દ્વારા જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાની આકારે ત્રણ હજારથી વધુ ગરીઓમાં એક લાખ પાત્રીસ હજારથી વધુ બાળાઓને લ્યાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

શક્તિ આરાધના માટે જ્યારે નવદુર્ગા સમાન બાળાઓ ગરબે ઘૂમતી હોય છે તેમને લાણી વિતરણ એ નારી શક્તિનું સમ્માન છે તેવા પ્રેરક બળ સાથે સંસદસભ્ય પૂનમબેન માડમ એ શક્તિ સ્વરૂપા બાળાઓનું ભાવસભર સન્માન કર્યું હતું. આ રીતે જાણી વિતરણ ખરા અર્થમા પ્રસાદ સમાન વિતરણ સમગ્ર સંસદીય વિસ્તારમાં કર્યું જેમાં સૌ ભાવપુર્વક જોડાયા હતા અને આ ભવ્ય સેવા સમાન યજ્ઞ ને સફળ બનાવ્યો હતો સાથે સુદ્રઢ આયોજન થી સમગ્ર સંસ્કૃતિ ઉજાગરનો પ્રકલ્પ દીપી ઉઠ્યાના પ્રતિભાવ છેવાડાના ગામ છેવાડાના વિસ્તારમાંથી મળ્યા છે.

ઉલ્લેખનીય છે કે જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાઓ ના તમામ ગામો નગરોના તાલુકા, જીલ્લા પંચાયતના સદસ્યો, સંગઠનના હોદેદારો, ગરબી સંચાલકો અને વોર્ડ પ્રમુખ. નગરસેવક આગેવાની સેવાભાવી ભાઇઓ બહેનો થવાનો વડીલો સૌ દ્વારા લ્હાણી વિતરણ ના સમગ્ર આયોજન માટે પ્રસંશનીય જહેમત ઉઠાવવામાં આવી હતી અને લ્હાણીનું વિતરણ સુવ્યવસ્થિત કરવામાં આવેલ તે અંગે સંસદસભ્ય શ્રી પૂનમબેન એ સૌની સમર્પિત સેવાઓને બિરદાવી હતી અને વિતરણ વ્યવસ્થામાં સહયોગી સૌ નો ખૂબ ખૂબ આભાર પણ માન્યો હતો.

 

@________________

BGB

gov.accre.Journalist

jmr

8758659878

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews