કેવડિયાનો ૨૧ વર્ષીય યુવાન જીવનમાં કઈક કરવાની ધગશ સાથે ઘર છોડીને જતો રહ્યો , પપ્પાને મેસેજમાં જાણ કરી

0
15
વાત્સલ્યમ્ સમાચાર

કેવડિયાનો ૨૧ વર્ષીય યુવાન જીવનમાં કઈક કરવાની ધગશ સાથે ઘર છોડીને જતો રહ્યો , પપ્પાને મેસેજમાં જાણ કરી

પુત્રએ પિતાને મોબાઇલ પર વોટસએપ મેસેજ કરી પોતાની બિઝનેસમેન બનવાની ઈચ્છા વ્યક્ત કરી અને કહ્યું કે “મને શોધવાનો પ્રયત્ન ન કરતા” “બિઝનેસમેન બનીને હું પાછો આવીશ”

રાજપીપળા : જુનેદ ખત્રી

કેવડીયા ખાતે રહેતા ૨૧ વર્ષીય યુવક બિઝનેસમેન બનવા માટે પોતાના માતા પિતાને જણાવ્યા વગર ઘર છોડી દીધુ છે.પુત્રએ પિતાને મોબાઇલ પર વોટસએપ મેસેજ કરી પોતાની બિઝનેસમેન બનવાની ઈચ્છા વ્યક્ત કરી અને કહ્યું કે મને શોધવાનો પ્રયત્ન ન કરતા ત્યારે માતા પિતાને આ બાબતની જાણ થઈ.જો કે માતાએ આ બાબતે કેવડીયા પોલીસ મથકમા જાણવા જોગ અરજી કરી છે.

કેવડીયા કોલોની મેઈન બજારમાં ઇલેક્ટ્રોનિક્સની દુકાન ચલાવતા પરિવારનો ૨૧ વર્ષીય રોનક પટેલ ધોરણ ૧૨ માં નાપાસ થયા બાદ ભરૂચ પોલીટેકનિક કોલેજમાં અભ્યાસ કરતો હતો. ૨૦.૦૧.૨૨ ના રોજ સવારે પોતાના માતા પિતાને કહીને નીકળ્યો કે ભરૂચથી હું મારુ રિઝલ્ટ લઈ પાછો આવુ છુ. ત્યાર બાદ પિતા અરુણભાઈ પટેલના મોબાઈલમાં બપોરે પુત્ર રોનકનો મેસેજ આવ્યો કે “સોરી પપ્પા હું મારા પગ પર ઉભો થવા માંગુ છું એટલે હું જવ છું, મે બોવ મોટી ભૂલ કરી છે, મારે ઘરે રેહવાનો હક નથી.તમે ચિંતા ન કરતા હું જે પણ કરીશ સારું કરીશ ખોટા રસ્તે નહિ જાવ.તમે પોતાનું, મમ્મીનું બાનું અને ઓમ નું ધ્યાન રાખજો.હુ કામિયાબ થઈને જ પાછો આવીશ, અને મે ૬,૦૦૦ રૂપિયા લીધા છે એના માટે મને માફ કરશો. હું સારું કામ કરીશ ખોટા રસ્તે બિલકુલ નહિ જાવ, મિસ યુ સો મચ મને શોધવાનો પ્રયત્ન કરતા નહિ પ્લીઝ મને મારા પગ પર ઉભો થવા દેજો મને માફ કરી દેજો.હું ૩-૪ વર્ષ પછી બિઝનેસમેન બનીને જરૂર પાછો આવીશ.

પુત્ર રોનકનો આ મેસેજ વાંચી માતા પિતા ચિંતામાં મૂકાઈ ગયા હતા, તો આ મેસેજ કર્યા બાદ રોનકે પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો હતો.આ બાબતે રોનકની માતા શિલ્પાબેને કેવડીયા પોલીસ મથકમાં જાણવા જોગ અરજી કરી છે. આ અરજી બાદ કેવડીયા પોલીસ દ્વારા રોનકનો મોબાઈલ લોકેશન ટ્રેક કરી તપાસ હાથ ધરાઇ છે.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews