સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરજ બજાવતા સીઆઈએસએફના મહિલા જવાનનું અકસ્માતમાં મોત, બે બાળકોનો આબાદ બચાવ
કેવડિયા નજીક ભુમલિયા ગામ પાસે કારની અડફેટે લેતાં મહિલા સાથે સ્કૂટર પર સવાર તેના બે બાળકો ને પણ ગંભીર ઈજા
રાજપીપલા : જુનેદ ખત્રી
એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલા ભુમલિયા ગામ પાસે પુરપાટ ઝડપે દોડતી એક કાર ના ચાલકે સ્કૂટર સવાર મહિલા ને અડફેટે લેતા મહિલા નું મોત નીપજયું હોવાનું જાણવા મળ્યું છે. મહિલા સાથે સ્કૂટર પર સવાર તેના બે બાળકોને ગંભીર ઈચ્છા થતા તેઓને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના એકતા નગર નજીક આવેલા ભુમલિયા ગામના માર્ગ પાસેથી કિયા કંપનીની કાર નંબર GJ 14 AP 7744 લયી ને તેનો સવાર પૂરપાટ ઝડપે પોતાની કાર હંકારી જતો હતો, ત્યારે માર્ગ ઉપરથી પોતાના દીકરા અને દિકરી ની સાથે પસાર થઈ રહેલી સીઆઇએસએફની મહિલા જવાનના એક્ટિવા સ્કુટરને અડફેટે લેતા મહીલાને માથાના ભાગે તેમજ શરીર ઉપર ગંભીર ઈજા પહોંચી હતી જેથી તેનુ મોત નિપજ્યું હતું,
તેની સાથે સ્કૂટર ઉપર સવાર તેના પુત્ર અને પુત્ર ને પણ અક્સ્માતમા ઇજા પહોંચી હતી, તેઓને દવાખાના માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. મહિલા સી મઆઇએસએફ જવાનનું અક્સ્માતમા મોત થતા સમગ્ર જવાનોમાં માતમ અને ગમગીની છવાઈ હતી.આ મામલે કેવડિયા પોલિસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .