DEDIAPADANARMADA

ડેડીયાપાડા-નેત્રંગ નેશનલ હાઇવે ઉપર થવા પાસે કરજણ નદીના પુલ ઉપર લાખોના ખર્ચે બનાવેલ સેફટી રેલિંગ મહિનામાં તૂટી ગઈ

તાહિર મેમણ : એક તરફ ગુજરાત પોલીસ દ્વારા સલામતી સાથે અકસ્માત નિવારણ માટે નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરાવાઈ રહ્યું છે

ત્યારે બીજું તરફ નેશનલ હાઇવેના અધિકારીઓ દ્વારા નાગરિકોની સેફટી માટે જ બનાવેલ રેલિંગ તૂટી

સડક સુરક્ષા જીવન સુરક્ષા ના સૂત્રનું અહીં સરેઆમ સુરસુરીયું

નેશનલ હાઇવેના અધિકારીઓની પોલ ખુલ્લા પડી

 

તાહિર મેમણ : દહેજ વિશાખપટ્ટનમ નેશનલ હાઇવે 753 બી ઉપર થવા પાસે કરજણ નદી ઉપર ગત ચોમાસા દરમિયાન 10 મીટર જેટલી રેલિંગ તૂટી જવા પામી હતી. ત્યારે તેના સમાચાર અખબારોમાં પ્રસિધ્ધ થયા બાદ હાલ લગભગ એકાદ મહિના પહેલા જ આ પુલ ઉપર બંને બાજુ લાખોના ખર્ચે સેફટી માટે 100 -100 મીટર જેટલી લાંબી લોખંડની રેલીંગ બનાવવામાં આવી હતી જે ગત રાત્રી દરમ્યાન તૂટી જવા પામી છે જેના કારણે અહીં અકસ્માત સર્જાવાનો ભય ઉભો થયો છે સાથે સાથે નેશનલ હાઇવેના અધિકારીઓની પોલ ખુલ્લી પડી જવા પામી છે.

પ્રાપ્ત વિગત મુજબ દહેજ થી વિશાખપટ્ટનમ જતા નેશનલ હાઇવે ઉપર નેત્રંગ પાસે આવેલા થવા ગામ નજીકથી પસાર થતી કરજણ નદી ઉપર છેલ્લા કેટલાક વર્ષોથી જર્જરિત પુલ ઉપર 10 મીટર જેટલી રેલિંગ ગત ચોમાસા દરમિયાન તૂટી ગઈ હતી.જેના સમાચાર અખબારોમાં પ્રસિધ્ધ થયા બાદ કુંભકર્ણ નિંદ્રા માંથી બેરે બેરે જાગેલા નેશનલ હાઇવેના અધિકારીઓ દ્વારા અહીં જર્જરિત પુલની 10 મીટર તૂટેલી રેલિંગ રીપેર કરવાની જગ્યાએ પુલની બંને બાજુ 100 – 100 મીટર જેટલી લાંબી લોખન્ડની રેલિંગ બનાવી લાખો રૂપિયાનો ખર્ચ કરવાને મહિનો પણ પૂરો થયો નથી ત્યાં જ ગઈકાલે આ લોખંડ ની રેલિંગ એક બાજુએથી આખે આખી તૂટી જતા અકસ્માત નો ભય સર્જાયો છે.સાથે સાથે પુલ બંને બાજુ થી સાંકડો પણ થઈ ગયો છે.
એક તરફ આ પુલ જર્જરિત તો છે જ ત્યારે લોખંડ ની રેલિંગ તૂટી જતા અહીં વધુ એક મુસીબત ઉભી થઈ ગઈ છે.ત્યારે નેશનલ હાઇવેના અધિકારીઓ દ્વારા મુકવામાં આવેલ લોખન્ડની રેલિંગ ની પોલ અહીં ખુલ્લી પડી જવાય પામી છે.આ પુલ ગમે ત્યારે ધરાશાયી થાય તેવો તો પહેલે થીજ છે તેમ વધુ એક મોરપીંછ ઉમેરાયું હોઈ તેમ લાખોના ખર્ચે મુકવામાં આવેલ સેફટી રેલિંગ તૂટી જતા અકસ્માત ની ભીતિ સેવાઈ રહી છે.એક તરફ ગુજરાત પોલીસ લોકોને સલામતી સાથે અકસ્માત નિવારણ હેતુસર નાગરિકોને નિયમોનું પાલન કરાવી રહી છે ત્યારે બીજી તરફ નેશનલ હાઇવેના અધિકારીઓ દ્વારા નાગરિકોની સલામતી માટે લાખોના ખર્ચે બનાવેલ રેલિંગ તૂટી જતા ભ્રષ્ટાચાર ની પોલ ખુલ્લી પડી ગઈ છે.સાથે સાથે અહીં સડક સુરક્ષા જીવન સુરક્ષા ના સૂત્રનું સુરસુરીયું થઈ જવા પામ્યું છે.
વડોદરા, ભરૂચ ,સુરત જેવા શહેરો માંથી અને આદિવાસી વિસ્તાર એવા નેત્રંગ, ડેડીયાપાડા સાગબારા માંથી પસાર થતા નેશનલ હાઇવે માટે અધિકારીઓ દ્વારા જુદું જુદું વલણ કેમ તેવા પ્રશ્નો ઉભા થયાં છે વહેલીટકે આ તૂટેલી રેલિંગને દૂર કરી યોગ્ય રીતે મજબૂતાઈ વાળી રેલિંગ બનાવાશે ખરી?કે પછી આદિવાસી વિસ્તારને પોતાની હાલત ઉપર જ છોડી દેવાશે ?આ લોખન્ડની રેલિંગ બનાવી છે ત્યારથી અહીં પુલ ઉપર બે મોટા વાહનો એકસાથે સામ સામે પસાર થઈ શકતા નથી. જેના કારણે રાત્રી દરમિયાન અકસ્માત સર્જાવાની ભીતિ અહીં સેવાઈ રહી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!