દેડીયાપાડા હાટ બજારમાં આવેલ દરજીની દુકાનમાં આકસ્મિક આગ લાગતાં રૂ.34.800 નું નુકશાન
તાહિર મેમણ : ડેડીયાપાડા – 21/11/2023- નર્મદા જિલ્લાના ડેડીયાપાડા હાટ બજારમાં આવેલી દરજીની દુકાનમાં અચાનક આગ લાગતાં દુકાનનો સામાન આગમાં બળી જતાં નુકશાન થયું છે
પ્રાપ્ત માહિતી અનુસાર સુકલાલભાઇ જાતરભાઇ જાતે
વસાવા,ધંધો.દરજીકામ(રહે.ઇદલાવી તા.દેડીયાપાડા જી.નર્મદા) નાઓ એ
આપેલી ફરિયાદ મુજબ તેમની દેડીયાપાડા હાટ બજાર રોડ ઉપર આવેલ વનીતાબેન રસીકભાઇ વસાવાની જગ્યામાં ટેલરની દુકાન કરેલ છે તે
દુકાનમાં આકસ્મીક રીતે આગ લાગવાથી તેમની દુકાનમાં મુકેલ ત્રણ સીલાય કરવાના મશીન તેમજ બે ફોલ ટીશ મશીન હતા.જેમા એકની કિંમત રૂપીયા ૫,૦૦૦ લેખે કુલ્લે પાંચ મશીનની કિંમત રૂપીયા,૨૫,૦૦૦ તેમજ લાકડાનું ટેબલ કિંમત રૂ.૫૦૦૦ તેમજ સાગના લાકડાના પાટી ભરેલ બે ખાટલાની કિંમત રૂ.૧૦૦૦ તેમજ લોખંડનો ધોડો કિંમત રૂપીયા.૨,૫૦૦ તેમજ સ્ટીલનો ઘોડો કિંમત રૂપીયા.૭,૦૦ તેમજ એક ટેબલ પંખાની કિંમત રૂપીયા ૬૦૦ મળી કુલ રૂ.૩૪,૮૦૦ નુકશાન થયું હોય પોલીસે આ બાબતની નોંધ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.