DEDIAPADANARMADA

સાગબારા તાલુકાના સીમઆમલી મર્ડર કેસમાં આરોપીને આજીવન સખત કેદની સજા સાથે રૂ.૫૦૦૦નો દંડ

તાહિર મેમણ : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સીમાઆમલી મર્ડર કેસમાં આરોપીને આજીવન સખત કેદની સજા સાથેરૂ.૫૦૦૦− નો દંડનો હુકમ કરતો ચુકાદો પ્રિન્સી ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટે આપ્યો છે.

જેમાં આરોપી ભીખાભાઈ મોત્યાભાઈ વસાવા, રહે.સીમઆમલી (નવી વસાહત) ને તા.સાગબારા જી.નર્મદાને ઈ.પી.કો. કલમ ૩૦૨ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબના શિક્ષાપાત્ર ગુનાના કામે અદાલતની ઈન્સાફી કાર્યવાહીમાં સરકારી વકીલ જે પ્રવીણકુમાર. એચ. પરમારની ધારદાર દલીલો અદાલતે ગ્રાહ્ય રાખી પ્રિન્સી. સેસન્સ જજ એ.આર.પટેલે આરોપીને ઈ.પી.કો. કલમ ૩૦૨ મુજબના ગુનામા તકસીરવાન ઠેરવી આજીવન સખત કેદની સજા અને રૂ.પ૦૦૦– નો દંડની સજા તથા દંડ ન ભરે નો ૬ માસની વધુ કેદની સજા તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબના ગુના સબબ તકસીરવાન ઠેરવી ૧(એક) વર્ષની કેદની સજા અને રૂ.૧૦૦૦/- નો દંડની સજા તથા દંડ ન ભરે નો ૧ માસની વધુ કેદની સજાનો હુકમ ફરમાવેલ છે.

કેસમાં વિગત જોતા આ આરોપી ભીખાભાઈ મોત્યાભાઈ વસાવા સીમ આમલી (નવી વસાહત) ગામે મુવારીયાભાઈ મુળજીભાઈ વસાવાના ઘર આગળ સ્ટ્રીટ લાઈટના અજવાળે ફરીયાદી તથા ગેરૈયા(ગોસાઈઓ) તથા ગામ માણસો હોળીના તહેવાર નિમીતે ઢોલ વગાડી નાચતા હતા. તે વખતે આરોપી ભીખાભાઈ વસાવાએ ચપ્પુથી ઢોલ ફાડી નાખતા મરનારે આરોપીને કેમ ઢોલ ફાડી નાખે છે? તેમ કહી ઠપકો આપતા આરોપી ભીખાભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયેલ. અને તેના હાથમાંના ચપ્પુનો એક ઘા મરનાર વાડગીયાભાઈ જેરમાભાઈ વસાવા, ઉ.વ.૪૨ના ગળામાં ડાબી બાજુએ એકદમ મારી લઈ જીવલેણ ઈજા કરતા તેનું ઘટના સ્થળ ઉપર જ ખુન કરી નાસી ગયેલ. આરોપીએ જીલ્લા મેજી.ના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ.

આ બાબતનો કેસ નર્મદા જીલ્લાના પ્રિન્સી ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ એ.આર.પટેલની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં ફરીયાદી તર્ફે સરકારી વકીલ પ્રવીણકુમાર એચ. પરમારે ફરીયાદ પક્ષે સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જજમેન્ટો તથા લેખીત તથા મોખીક દલીલો રજૂ કરેલ. જેને કોર્ટે પુરાવાઓને ધ્યાનમાં રાખી આરોપીને ઈ.પી.કો. કલમ ૩૦૨ મુજબના ગુનામા તકસીરવાન ઠેરવી આજીવન સખત કેદની સજા અને રૂ.૫૦૦૦– નો દંડની સજા તથા દંડ ન ભરે નો ૬ માસની વધુ કેદની સજા તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબના ગુનામા તકસીરવાન ઠેરવી ૧(એક) વર્ષની કેદની સજા અને રૂ.૧૦૦૦/– નો દંડની સજા તથા દંડ ન ભરે નો ૧ માસની વધુ કેદની સજાનો હુકમ ફરમાવેલ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!