AICC સેક્રેટરી અને પ્રભારી ઉષા નાયડુની અધ્યક્ષતામાં રાજપીપલા ખાતે કોંગ્રેસની મિટિંગ યોજાઈ
લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ દ્વારા સંગઠન મજબૂત કરવા કવાયત
નર્મદા જિલ્લાના વિવિધ તાલુકાના પ્રતિનિધિઓ એ પ્રભારી સમક્ષ જુદાજુદા મુદ્દે ચર્ચા કરી
રાજપીપળા : જુનેદ ખત્રી
લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે તમામ પક્ષો લોકસભાની ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યા છે આજે રાજપીપળા નવા સર્કિટ હાઉસ ખાતે એઆઈસીસીના સેક્રેટરી અને દક્ષિણ ગુજરાતના પ્રભારી ઉષા નાયડુની અધ્યક્ષતામાં કોંગ્રેસની મીટીંગ મળી હતી જેમાં નર્મદા જિલ્લા પ્રભારી સંદીપ માંગરોલા, રાજેન્દ્રસિંહ રાણા, સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા
નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ ભરૂચ અને છોટા ઉદેપુર લોકસભા બેઠકો માટે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી બેઠક બાબતે પ્રભારી ઉષા નાયડુ એ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે લોકસભાની તૈયારીઓ ચાલુ છે મારી પ્રથમ નર્મદા જિલ્લાની મુલાકાત છે ઇન્ડિયા ગઠબંધન માં સીટોની વહેચણી મુદ્દે પૂછતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ નિર્ણય લેશે તેમ જણાવ્યું હતું અગામી એક મહિનામાં સંગઠનમાં મોટો ફેરફાર કરાશે તેમજ હોદ્દેદારોની નિમણુક કરાશે તેમ પણ જણાવ્યું હતું ઉપરાંત સરકાર ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે મોંઘવારી વધી રહી છે લોકો પાસે નોકરી નથી સારી આરોગ્ય સુવિધાઓ નથી આદિવાસી વિસ્તારમાં સારી બસો નથી માહોલ બની ગયો છે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો