NANDODNARMADA

નાંદોદ તાલુકામાં પિરામલ ફાઉન્ડેશન દ્વારા આંગણવાડી કાર્યકર્તાના ક્ષમતા નિર્માણ કાર્યશાળા યોજાઈ

નાંદોદ તાલુકામાં પિરામલ ફાઉન્ડેશન દ્વારા આંગણવાડી કાર્યકર્તાના ક્ષમતા નિર્માણ કાર્યશાળા યોજાઈ

 

રાજપીપલા : જુનેદ ખત્રી

આસ્પિરેશનલ જિલ્લા નર્મદાના નાંદોદ તાલુકાના ૧૭૭ જેટલા આંગણવાડી કાર્યકર્તા બહેનો સાથે પિરામલ ફાઉન્ડેશન દ્વારા ખુશહાલ બચપન અભિયાન અંતર્ગત સ્ટોરીટેલિંગ અને સ્તનપાન પર વર્કશોપ યોજાયો. જેમાં એન.ઈ.પી. ૨૦૨૦ અંતર્ગત અર્લી ચાઈલ્ડ કેર એન્ડ એજ્યુકેશન તથા ખુશહાલ બચપન અભિયાન કેવી રીતે જોડાયેલ છે તેના પાર ભાર મુકવામાં આવ્યો. આ ઉપરાંત પિરામલ ફાઉન્ડેશન સિનિયર પ્રોગ્રામ લીડર કુમુદિની દેવી દ્વારા ધાત્રી માતા સાથે હસ્તક્ષેપ અને સ્તનપાનના મહત્વ તેમજ સ્તનપાનને લઈને સામાજિક ખોટી ધારણા અને સ્વાસ્થ્ય પર ચર્ચા કરવામાં આવી. પિરામલ ફાઉન્ડેશન પ્રોગ્રામ મેનેજર નજમા કેશવાણી દ્વારા સ્ટોરીટેલિંગ અને તેના દ્વારા બાળકના સામાજિક સંબંધ, અનુભવ, લાગણી, સર્જનાત્મક અને કલ્પનાશીલ શક્તિ તેમજ ભાષા કૌશલ્ય ના વિકાસમાં કેવીરીતે મદદ રૂપ થાય છે તેના પર વિગતવાર ચર્ચા અને ડેમોન્સ્ટ્રશન કરવામાં આવ્યું. તમામ આંગણવાડી કાર્યકર્તા બહેનોએ ઉત્સાહભેર કાર્યશાળામાં ભાગ લીધો. સમગ્ર કાર્યશાળા આસ્પિરેશનલ તાલુકા નાંદોદ સીડીપીઓ મૌસમબેન અને પિરામલ ફાઉન્ડેશન પ્રોગ્રામ મેનેજર નજમા કેશવાણી અને સિનિયર પ્રોગ્રામ લીડર કુમુદિની દેવી દ્વારા યોજવામાં આવી નાંદોદ તાલુકામાં પિરામલ ફાઉન્ડેશન દ્વારા આંગણવાડી કાર્યકર્તાના ક્ષમતા નિર્માણ કાર્યશાળા યોજાઈ

[wptube id="1252022"]
Back to top button