“વિશ્વ ક્ષય દિવસ” ની ઉજવણીના ભાગરૂપે આરોગ્ય કર્મચારીઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા

0
15
વાત્સલ્યમ્ સમાચાર

“વિશ્વ ક્ષય દિવસ” ની ઉજવણીના ભાગરૂપે આરોગ્ય કર્મચારીઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા

માનવતાવાદી અભિગમ અપનાવી સમાજના પ્રત્યેક નાગરિકને ટીબીના રોગ અંગે જાગૃત કરવાની જરૂર છે – જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા

રાજપીપલા : જુનેદ ખત્રી

“વિશ્વ ક્ષય દિવસ” ની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા અને આરોગ્ય સમિતિના અધ્યક્ષ શ્રીમતી નિલાંબરીબેન પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લાના શ્રેષ્ઠ કામગીરી કરનાર આરોગ્ય કર્મચારીઓ અને આશાવર્કર બહેનોને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યું હતું. આ વર્ષની થીમ “Yes We Can End TB ” છે.IMG 20230324 WA0009

જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવાએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ષ -૨૦૨૫ માં “ટીબી મુક્ત ભારત” ના આહવાનને યથાર્થ કરવા માટે જન ભાગીદારી જરૂરી છે. જિલ્લામાંથી ટીબી જેવા હઠીલા રોગને જડમૂળથી સમાપ્ત કરવા માટે માનવતાવાદી અભિગમ અપનાવી સમાજના પ્રત્યેક નાગરિકને આ રોગ વિશે જાગૃત કરવાની જરૂર છે. નિક્ષયમિત્ર બની સમાજના ટીબી પીડિતને હુંફ આપીને સમજાવવાની જરૂર છે કે ટીબીના રોગનો ઇલાજ છે.IMG 20230323 WA0040

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જનકકુમાર માઢક અને જિલ્લા ટીબી અધિકારી ડો. ઝંખનાબેન વસાવાની ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા કર્મચારીઓ અને આશાવર્કર બહેનોને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યું હતું. ઉપરાંત વર્ષ-૨૦૨૫ સુધીમાં “ટીબી મુક્ત ભારત” આહવાનને યથાર્થ કરવા માટે શ્રેષ્ઠ યોગદાન આપવા માટે આશા વ્યક્ત કરાઈ હતી.

*ટીબીના રોગનો ટૂંકમાં પરિચય*

જર્મન વૈજ્ઞાનિક ડો. રોબર્ટ કોચે વિશ્વને વર્ષ 1882 માં 24 માર્ચના રોજ ટીબી માટે જવાબદાર બેક્ટેરિયાનો પરિચય કરાવ્યો જે બાદ આ દિવસને વિશ્વ ટીબી દિવસ તરીકે ઓળખવામાં આવે છે. ટીબી સામાન્યતઃ ફેફસા પર અસર કરે છે. ટીબીનો દર્દી જ્યારે ઉધરસ કે છીંક ખાય ત્યારે હવામાં લાખો કરોડોની સંખ્યામાં બેક્ટેરીયા બહાર નીકળે છે જે અન્ય વ્યકિતના સંપર્કમાં આવતા ચેપ લાગે છે.

આ કાર્યક્રમ ઉપસ્થિત મહાનુભાવો હસ્તે 0૮ મેડિકલ અધિકારીશ્રીઓ, તાલુકા લેબ ટેકનિશન, ફાર્મસીસ, CHO, MPHW અને આશાવર્કર બહેનો સહિત માનવતાવાદી અભિગમ અપનાવીને નિક્ષય મિત્ર બનીને જેવી રીતે ટીબીના દર્દીઓને દત્તક લઈને પોષણયુક્ત કીટ ઉપલબ્ધ કરાવીને સમાજના જવાબદાર નાગરિક તરીકેનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે તે સરાહનીય છે. વર્ષ દરમ્યાન સારી કામગીરી કરવા બદલ અલગ અલગ કેડર વાઈઝ પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં કરવામાં આવ્યા હતા. તેમજ સેવા યજ્ઞ સમિતિ ભરૂચ તરફથી MDR ટીબી દર્દીઓને કુલ ૫૦ પોષણ યુક્ત આહારની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews