રાજપીપળા નીઝામશાહ દરગાહ ખાતે કમ્યુનિટી હોલ, પેવર બ્લોક અને બોરનું ખાતમુહૂર્ત કરાયું

0
26
વાત્સલ્યમ્ સમાચાર

રાજપીપળા નીઝામશાહ દરગાહ ખાતે કમ્યુનિટી હોલ, પેવર બ્લોક અને બોરનું ખાતમુહૂર્ત કરાયું

નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ અને સહકારી આગેવાન એવા ઘનશ્યામભાઈ પટેલ ના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

રાજપીપળા: જુનેદ ખત્રી

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ નર્મદા જિલ્લો હાલ પ્રવાસન ક્ષેત્રે હરણફાળ વિકાસ પામી રહ્યો છે જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે આવેલ હઝરત નીઝામશાહ નાંદોદી (ર. અ. ) ની દરગાહ ખાતે કમ્યુનિટી હોલ, પેવર બ્લોક અને બોરનું જિલ્લાના સહકારી આગેવાન અને જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ ના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું જેમાં જિલ્લા કારોબારી સભ્ય એવા કમલેશ ભાઈ પટેલ તેમજ મુસ્લિમ સમાજના અગ્રણીઓ તેમજ દરગાહના ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતાIMG 20230121 124931 copy 960x540

રાજપીપળા ની મધ્યમાં આવેલી પૌરાણિક દરગાહ હઝરત નિઝામશાહ નાંદોદી ર.અ હિંદુ મુસ્લિમ તમામ ધર્મના લોકો માટે આસ્થાનું પ્રતીક છે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ અહીંયા શ્રદ્ધાળુઓ પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે ત્યારે દરગાહનો વિકાસ થાય તે માટે ગુજરાત પ્રવાસન નિગમ તરફથી કોમ્યુનિટી હોલ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે જેનું આજે નર્મદા જિલ્લાના સહકારી આગેવાનના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું સાથો સાથ પૂર્વ ધારાસભ્ય પી. ડી. વસાવાની ગ્રાન્ટ માંથી પેવર બ્લોક અને બોર ફાળવવામાં આવ્યા છે જેનું પણ ખાતમુહૂર્ત કરાયું હતું રાજપીપળા નગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં પેવર બ્લોકની કામગીરી શરૂ કરવામાં આવશે. દરગાહ વિસ્તારનો વિકાસ થવાથી અહીંયા આવતા પ્રવાસીઓ શ્રધ્ધાળુઓને પણ લાભ થશે અને નર્મદા જિલ્લો નામના પામશેIMG 20230121 124824 copy 960x540

આ બાબતે ઘનશ્યામભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ તરફથી હોલ બનાવવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે જેનો સર્વ મુસ્લિમ સમાજને ફાયદો થશે દરગાહ ની જગ્યામાં હોલ, બોર અને પેવર બ્લોક લાગવાથી સુંદરતામાં વધારો થશે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આવા વિકાસના કામો કરી રહ્યા છે જેટલા પણ પ્રવાસન ધામો છે તેની આનબાન અને શાન વધે તેવા પ્રયાસો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે રાજપીપળા નિઝામ શાહ દરગાહ વિસ્તારમાં હજુ પણ જે કામો બાકી હસે તે પૂરા કરવા કટિબદ્ધતા દર્શાવી હતી ઉપરાંત રાજપીપળા ઓવારા નું નવીનીકરણ કરાશે અને તેની બાજુમાં ફરવા માટે સ્થળ બને તેવું પણ આયોજન કરી રહ્યા છે

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews